266

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૨૬૬ - નાથની નૈયા

૨૬૬ - નાથની નૈયા
ગરબીનો ઢાલ
(તાલ: હીંચ)
કર્તા: એન. જે. જયેશ.
ટેક: આવો, બેસી જાઓને હો, નૈયા તૈયાર છે,
નૈયા તારણની તૈયાર છે.
સાંભળો, સાંભળવા કર્ણ જ હોય તો, નોતરું આ આવિયું હો. નૈયા.
જાણ, જંજાળનાં ચઢે તોફાનો, અમુંદર ધૂઘવે હો. નૈયા.
પ્રલોભનોનાં પૂર ચઢીને, ઊછળી રહ્યાં છે હો. નૈયા.
વિશાળ સાગર સામે પડયો છે, ડૂબતા શું કામ ભાઈઓ હો. નૈયા.
કીધું તૈયાર છે તારકે તારવા, નાવ નિજ લોહીથી હો. નૈયા.
કુવાસનાનાં મોજાં તજીને, નાવલે પધારજો હો. નૈયા.
નાવિક પોત પ્રભુ પોકારે, ચઢી જાવ નાવલે હો. નૈયા.


Phonetic English

266 - Naathani Naiyaa
Garabino dhaala
(Taala: hicha)
Kartaa: N. J. Jayesh.
Tek: Aavo, besi jaaone ho, naiyaa taiyaara che,
Naiyaa taaranani taiyaara che.
1 Saambhado, saambhadavaa karna ja hoya to, notaru aa aaviyu ho. Naiyaa.
2 Jaana, janjaadanaa chadhe tofaano, amudara dhooghave ho. Naiyaa.
3 Pralobhanonaa poora chadhine, uuchadi rahyaa che ho. Naiyaa.
4 Vishaada saagara saame padayo che, dubataa shu kaama bhaaio ho. Naiyaa.
5 Kidhu taiyaara che taarake taaravaa, naava nija lohithi ho. Naiyaa.
6 Kuvaasanaanaa mojaa tajeene, naavale padhaarajo ho. Naiyaa.
7 Naavika pota prabhu pokaare, chadhi jaava naavale ho. Naiyaa.