263

From Bhajan Sangrah
Revision as of 23:18, 8 August 2013 by 117.198.171.5 (talk) (Created page with "== ૨૬૩ - ફસલ કાપીએ == {| |+૨૬૩ - ફસલ કાપીએ |- | |૧૨, ૧૧ સ્વરો ને ટેક |- | |"Sowing in the morning" |-...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૬૩ - ફસલ કાપીએ

૨૬૩ - ફસલ કાપીએ
૧૨, ૧૧ સ્વરો ને ટેક
"Sowing in the morning"
Tune: S. S. 274
કર્તા: નોલ્સ શાઁ
અનુ. : રાઁબર્ટ વાઁર્ડ
બીજરૂપ પ્રેમી કામો, વાવીએ જો પ્રભાતે,
કે બપોરી વેળે, યા સંદ્યાને થાક;
ફળની વાટ જોતા જઈ, બી પણ વાવીએ સાથે,
તો તો લણવા મળે પુષ્કળ સારો પાક.
ટેક: કાપીએ ફસલ, લાવીએ ફસલ,
પૂળા બાંધા હર્ષથી લાવીએ પુષ્કળ ! (૨)
સઘળી વેળા વાવતાં કાદવમાં મજૂરી,
સંકટ વેઠવું પડે, કમી હોય ખોરાક;
હવા લાગે ઠંડી, શક્તિ હોય અધૂરી,
તો પણ મળે પછી પુષ્કળ સારો પાક.
વાવતાં વાવતાં હરરોજ સ્વામીને સંભારજો,
કોઈ વેળા કદાચને દુ:ખી હોય આત્મા;
આંસુ લૂછી નાખશે, કરશે અંગીકાર જો,
ફસલ કેરો માલિક છે ઈસુ રાજા.