262

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૬૨ -ખોવાયેલું ઘેટું

૨૬૨ -ખોવાયેલું ઘેટું
વિક્રાંત
કર્તા: જે. વી. એસ. ટેલર
હું તો નિર્બુદ્ધ મેષ હતો, ચાહતો નહિ વાડો;
પાળકનો ઘાંટો ન સુણું, ચાલું બહુ આડો.
વાડ તજી ગમતું કીજે, બહુ સુખ જણાતું;
મોજ ઘણી દેખી જગમાં ભમતું મુજ માથું.
હું સત જૂઠ ન ભાળું કંઈ, સૂઝે ત્યમ ચાલું;
બોધ તણી કો વાત સ્મરી, તે તો નહિ પાળું.
પૂર્ણ ગયો વાંકે માર્ગે, અરણ્ય ભણી હું;
ત્યાં તો સર્વ પ્રકારે તણું મેં જોખમ દીઠું.
સિંહ વિનાશક ત્યાં મોટો શેતાન ફરે છે;
તે ઝાલી ભટકેલાંનો સંહાર કરે છે.
તો પણ પાળક રે'મ કરી મુજબે ઘર લાવ્યો;
ને નિજ ગોદ મહીં લઈને મુજ પ્રાણ બચાવ્યો.

Phonetic English

262 -Khovaayelu Ghetu
Vikraant
Kartaa: J. V. S. Taylor
1 Hoon to nirbuddh mesha hato, chaahato nahi vaado;
Paadakano ghaato na sunu, chaalu bahu aado.
2 Vaad tajee gamatu kije, bahu sukh janaatu;
Moj ghani dekhi jagamaa bhamatu mujh maathu.
3 Hoon sat jooth na bhaadu kai, suze tyam chaalu;
Bodh tani ko vaat smari, te to nahi paadu.
4 Purn gayo vaake maarge, aranya bhani hoon;
Tyaa to sarv prakaare tanu mein jokham dithu.
5 Sinh vinaashak tyaa moto shetaan fare che;
Te zaali bhatakelaano samhaar kare che.
6 To pan paadak re'ma kari mujabe ghar laavyo;
Ne nij god mahi laine mujh praan bachaavyo.

Image

Media - Vikrant Chhand