260

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૬૦ - સંપૂર્ણ તારણ

૨૬૦ - સંપૂર્ણ તારણ
૮, ૭ સ્વરો
"Full salvation"
Tune: H.C.L. 421 or Grafton
કર્તા: એફ. બોટોમે, ૧૮૨૩-૯૪
પૂરી મુક્તિ ! પૂરી મુકિત ! ઉઘાડેલો છે ઝરો,
વહેતો છે ત્રાતાની કૂખથી, સૌને આપનાર છુટકારો;
પૂરી પૂરી મુક્તિ ! (૩) સાગર વહે છે રક્તવર્ણો. (૨)
પ્રેમનો પ્રવાહ અજીત વહે છે હાલમાં મારા દિલની માંય,
તેથી સંધું શુદ્ધ રહે છે: વિચાર, ઈચ્છા, ને સ્વભાવ.
પૂરી પૂરી મુક્તિ ! (૩) પાપ સત્તાનો નાશ કરી. (૨)
અનંત જીવન ! સ્વર્ગી પંગત ! મન છે આત્માનું મંદિર,
મુજ સાથ ઈશ્વર પરમ સંગત ! મહાનંદી, મહા ગંભીર;
પૂરી પૂરી મુક્તિ ! (૩) આપવા વહ્યું ખ્રિસ્ત રુધિર. (૨)
ચિંતા, સંદેહ, દુ:ખ ને રુદન, બીક ને શરમ થયાં દૂર,
વિશ્વાસથી મન છે સમાધાન, ઈસુ કય આપશે જરૂર;
પૂરી પૂરી મુક્તિ ! (૩) સદા મફત ને ભરપૂર. (૨)


Phonetic English

260 - Sampoorn Taaran
8, 7 Svaro
"Full salvation"
Tune: H.C.L. 421 or Grafton
Karta: F. Botome, 1823-94
1 Poori mukti ! Poori mukit ! Ughaadelo chhe jharo,
Vaheto chhe traataani kookhathi, saune aapanaar chhutakaaro;
Poori poori mukti ! (3) Saagar vahe chhe raktavarno. (2)
2 Premano pravaah ajeet vahe chhe haalamaan maara dilani maanya,
Tethi sandhun shuddh rahe chhe: vichaar, ichchha, ne svabhaav.
Poori poori mukti ! (3) Paap sattaano naash kari. (2)
3 Anant jeevan ! Svargi pangat ! Man chhe aatmaanun mandir,
Muj saath Ishvar param sangat ! Mahaanandi, maha ganbheer;
Poori poori mukti ! (3) Aapava vahyun Khrist rudhir. (2)
4 Chinta, sandeh, dukh ne rudan, beek ne sharam thayaan door,
Vishvaasathi man chhe samaadhaan, Isu kay aapashe jaroor;
Poori poori mukti ! (3) Sada maphat ne bharapoor. (2)

Image

Media - Hymn Tune : Full salvation - Sung By Mr.Samuel Macwan

Chords

G        G         C    D G
પૂરી મુક્તિ ! પૂરી મુક્તિ! ઉઘાડેલો છે ઝરો,
G                    C     D   G
વહેતો છે ત્રાતાની કૂખથી, સૌને આપનાર છુટકારો;
G
પૂરી પૂરી મુક્તિ ! 
   D
પૂરી પૂરી મુક્તિ ! 
   C
પૂરી પૂરી મુક્તિ !
C
સાગર વહે છે
C    D       G
સાગર વહે છે રક્તવર્ણો.