260

From Bhajan Sangrah
Revision as of 06:49, 7 August 2013 by 117.198.164.193 (talk) (Created page with "== ૨૬૦ - સંપૂર્ણ તારણ == {| |+૨૬૦ - સંપૂર્ણ તારણ |- | |૮, ૭ સ્વરો |- | |"Full salvation" |- | |Tune: H.C...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૬૦ - સંપૂર્ણ તારણ

૨૬૦ - સંપૂર્ણ તારણ
૮, ૭ સ્વરો
"Full salvation"
Tune: H.C.L. 421 or Grafton
કર્તા: એફ. બોટોમે, ૧૮૨૩-૯૪
પૂરી મુક્તિ ! પૂરી મુકિત ! ઉઘાડેલો છે ઝરો,
વહેતો છે ત્રાતાની કૂખથી, સૌને આપનાર છુટકારો;
પૂરી પૂરી મુક્તિ ! (૩) સાગર વહે છે રક્તવર્ણો. (૨)
પ્રેમનો પ્રવાહ અજીત વહે છે હાલમાં મારા દિલની માંય,
તેથી સંધું શુદ્ધ રહે છે: વિચાર, ઈચ્છા, ને સ્વભાવ.
પૂરી પૂરી મુક્તિ ! (૩) પાપ સત્તાનો નાશ કરી. (૨)
અનંત જીવન ! સ્વર્ગી પંગત ! મન છે આત્માનું મંદિર,
મુજ સાથ ઈશ્વર પરમ સંગત ! મહાનંદી, મહા ગંભીર;
પૂરી પૂરી મુક્તિ ! (૩) આપવા વહ્યું ખ્રિસ્ત રુધિર. (૨)
ચિંતા, સંદેહ, દુ:ખ ને રુદન, બીક ને શરમ થયાં દૂર,
વિશ્વાસથી મન છે સમાધાન, ઈસુ કય આપશે જરૂર;
પૂરી પૂરી મુક્તિ ! (૩) સદા મફત ને ભરપૂર. (૨)