257

From Bhajan Sangrah
Revision as of 06:44, 7 August 2013 by 117.198.164.193 (talk) (Created page with "== ૨૫૭ - ઈસુને શરણે == {| |+૨૫૭ - ઈસુને શરણે |- |ટેક: |ઈસુને શરણે જાઉં , મારા પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૫૭ - ઈસુને શરણે

૨૫૭ - ઈસુને શરણે
ટેક: ઈસુને શરણે જાઉં , મારા પ્રભુ ઈસુને શરણે જાઉં.
ઈસુ થકી સહુ પાપો ટળે છે, એથી ઘણો હરખાઉં.
મહા દયાળુ છે પ્રભુ ઈસુ, તે પર વારી વારી જાઉં.
પ્રભુ ઈસુ છે જગનો ત્રાતા, તેથી તારણ હું પાઉં.
દાસ કહે, જો હું ઈસુ વિનાનો તો નિશ્રે ઉદાસ થાઉં.