256

Revision as of 06:43, 7 August 2013 by 117.198.164.193 (talk) (Created page with "== ૨૫૬ - ઈસુ ગુરુ તારણહાર == {| |+૨૫૬ - ઈસુ ગુરુ તારણહાર |- | |- |૧ |ભાઈ, મને ભાગ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૫૬ - ઈસુ ગુરુ તારણહાર

૨૫૬ - ઈસુ ગુરુ તારણહાર
ભાઈ, મને ભાગ્યો મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર.
તન, મન, ધન, મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર.
મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોઝાર.
સ્વર્ગ છોડી પ્રભુ જગમાં આવ્યા ટાળવા કલંક કેરો ભાર.
પાપી જગને દેખી દયાળે અનેક કીધા ઉપકાર.
જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર.
કહે વિશ્વાસી, ગુરુગુણ ગાઈ ઈસુનો બોલો જયકાર.