251

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૫૧ - શું ઉદાસી?

૨૫૧ - શું ઉદાસી?
૮, ૫, ૬, ૩ સ્વરો
"Art thou weary, art thou languid ?"
Tune: Stephanous or Bullinger
લેટિનમાં કર્તા: મારસાબાનો સંત સ્ટીફન,
૭૨૫-૯૪
અંગ્રેજી અનુ. : જોન.
એમ. નીલ, ૧૮૧૮-૬૬
અનુ. : રોબર્ટ વાઁર્ડ
શું ઉદાસી, શું તું કમજોર, શું દુ:ખિત છે મન ?
" આવ મુજ કને," એક જણ કહે છે, "હો શાંતવાન !"
એ માર્ગદર્શકનું શું નિશાન જેથી થાય મેળાપ ?
"હાથમાં, કૂખમાં, ને ચરણે પણ, ઘાની છાપ."
તેમના માથે રાજા જેવો મુગટ હોય તો કહો;
"હા, એક મુગટ શિર ઉપર છે, કાંટાનો !"
તેમનાં પગલાંમાં હું ચાલું, મને મળશે શું ?
"ઘણું સંકટ, ઘણી મહેનત, ને આંસુ !"
સ્થિર રહીને તેમને વળગું, છેવટ શું ઈનામ ?
"મોતની નદી પાર ઊતરતાં છે આરામ."
મને લેવા કરીશ અરજ, શું થાય નાકબૂલ ?
"પૃથ્વી, આકાશ રહે ત્યાં સુધી, ના, બિલકુલ."
મળતાં, ચાલતાં, ટકતાં, મથતાં, કરશે તે મુજ હિત ?
સંત, શહીદ, પ્રેરિત સૌ કહે છે, "હા, ખચીત."

Phonetic English

251 - Shu Udaasi?
8, 5, 6, 3 Svaro
"Art thou weary, art thou languid ?"
Tune: Stephanous or Bullinger
Latinma Karta: Maarasabano Sant Stephan,
725-94
Angreji Anu. : Jon.
M. Neel, 1818-66
Anu. : Robert Ward
1 Shu udaasi, shu tu kamajor, shu dukhit chhe man ?
" Aav muj kane," ek jahn kahe chhe, "ho shaantavaan !"
2 E maargadarshakanu shu nishaan jethi thaay melaap ?
"Haathama, kukhama, ne charane pan, ghaani chhaap."
3 Temana maathe raaja jevo mugat hoy to kaho;
"Ha, ek mugat shir upar chhe, kaantaano !"
4 Temana pagalaanma hu chaalu, mane malashe shu ?
"Ghanu sankat, ghahni mahenat, ne aansu !"
5 Sthir raheene temane vahdagu, chhevat shu inaam ?
"Motani nadi paar ootarata chhe aaraam."
6 Mane leva kareesh araj, shun thaay naakabool ?
"Pruthvi, aakaash rahe tya sudhi, na, bilakul."
7 Malata, chaalata, takata, mathata, karashe te muj hit ?
Sant, shaheed, prerit sau kahe chhe, "ha, khacheet."

Image

Media - Hymn Tune : Stephanos


Media - Hymn Tune : Stephanos - Sung By C.Vanveer

Media - Hymn Tune : Bullinger