250

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૫૦ - રે ફરો !

૨૫૦ - રે ફરો !
"O turn ye, O turn ye"
૧૧ સ્વરો
Tune: S. S. 220
કર્તા: જોસાયા હોપ્કીન્સ
(સૂર્યપ્રકાશ)
રે ફરો! રે ફરો ! ને નાશથી બચો,
ઈશ્વર અતિ દયાએ પાસે આવ્યો;
ખ્રિસ્ત તમને બોલવે છે, આત્મા પણ કહે,
ને આકાશી દૂતો પણ આમંત્રણ દે.
તમને શું લાગે છે કે વાર લગાડયે !
મન શુદ્ધ થઈ જશે ને પાપ બંધન તૂટશે ?
ના, ના, એમ તો નહિ થાય; અત્યારે જ આવો,
ને કરશે સાજાં તમને વૈદ આત્માનો.
પસ્તાવો કરનારને ઈસુ સ્વીકારે;
આ ખુશ ખબર માનવા કોણ વાર લગાડે ?
રે ભારથી લાદેલાં, વિસામો પામો;
ખ્રિસ્ત પાસે આવી તેની પ્રીત અજમાવો.
કેમ ભૂખે મરો છે ? હ્યાં ખોરાક છે બહુ,
કૃપા પામી શકે છે ઈસુને સહુ;
જો મનમાં શક હોય તો અજમાવી જુઓ,
ને ખ્રિસ્તની છે કૃપા અથાગ તે જાણો.

Phonetic English

250 - Re Pharo !
11 Svaro
"O turn ye, O turn ye"
Tune: S. S. 220
Karta: Josaya Hopkins
(Suryaprakash)
1 Re pharo! Re pharo ! Ne naashathi bacho,
Ishvar ati dayaae paase aavyo;
Khrist tamane bolave chhe, aatma pan kahe,
Ne aakaashi dooto pan aamantrahn de.
2 Tamane shun laage chhe ke vaar lagaadaye !
Man shuddh thai jashe ne paap bandhan tootashe ?
Na, na, em to nahi thaay; atyaare ja aavo,
Ne karashe saaja tamane vaid aatmaano.
3 Pastaavo karanaarane Isu sveekaare;
A khush khabar maanava kon vaar lagaade ?
Re bhaarathi laadelaan, visaamo paamo;
Khrist paase aavi teni preet ajamaavo.
4 Kem bhookhe maro chhe ? Hya khoraak chhe bahu,
Krupa paami shake chhe Isuni sahu;
Jo manma shak hoy to ajamaavi juo,
Ne Khristani chhe krupa athaag te jaano.

Image

Media - Hymn Tune : Expostulation - Sung By Mr.Samuel Macwan