250

From Bhajan Sangrah
Revision as of 06:22, 7 August 2013 by 117.198.164.193 (talk) (Created page with "== ૨૫૦ - રે ફરો ! == {| |+૨૫૦ - રે ફરો ! |- | |"O turn ye, O turn ye" |- | |Tune: S. S. 220 |- | |કર્તા: જોસાયા હો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૫૦ - રે ફરો !

૨૫૦ - રે ફરો !
"O turn ye, O turn ye"
Tune: S. S. 220
કર્તા: જોસાયા હોપ્કીન્સ
(સૂર્યપ્રકાશ)
રે ફરો! રે ફરો ! ને નાશથી બચો,
ઈશ્વર અતિ દયાએ પાસે આવ્યો;
ખ્રિસ્ત તમને બોલવે છે, આત્મા પણ કહે,
ને આકાશી દૂતો પણ આમંત્રણ દે.
તમને શું લાગે છે કે વાર લગાડયે !
મન શુદ્ધ થઈ જશે ને પાપ બંધન તૂટશે ?
ના, ના, એમ તો નહિ થાય; અત્યારે જ આવો,
ને કરશે સાજાં તમને વૈદ આત્માનો.
પસ્તાવો કરનારને ઈસુ સ્વીકારે;
આ ખુશ ખબર માનવા કોણ વાર લગાડે ?
રે ભારથી લાદેલાં, વિસામો પામો;
ખ્રિસ્ત પાસે આવી તેની પ્રીત અજમાવો.
કેમ ભૂખે મરો છે ? હ્યાં ખોરાક છે બહુ,
કૃપા પામી શકે છે ઈસુને સહુ;
જો મનમાં શક હોય તો અજમાવી જુઓ,
ને ખ્રિસ્તની છે કૃપા અથાગ તે જાણો.