25

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૫ – ઈશ્વરસ્તુતિ

૨૫ – ઈશ્વરસ્તુતિ
પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા, નમે સૃષ્ટિ સારી કરે તુજ સેવા,
કરૂબીમનાં ગાન ગાજે સુનાદે, સરાફીમ સ્તુતિ કરે ઉચ્ચ સાદે.
પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા, ધરી જન્મ આવ્યો કરી શ્રેષ્ઠ સેવા,
સહી સ્તંભ ભારે, હર્યાં પાપ મારાં, ભજું, દેવપુત્ર તને, તારનારા.
પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા, અમો સંગ રે'જે સદા, હે શુભાત્મા,
થજે ભોમિયો વાટમાં, નાથ પ્યારા, અમોને સદા સત્યમાં દોરનારા.
પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા, પિતા, પુત્ર, આત્મા મળી એક દેવા,
દયાવાન છે તું અનાદિ, અનંતા, નમું દાસ હું સર્વદા ગુણ ગાતાં.

Phonetic English

25 – Ishwarstuti
1 Pavitra, pavitra, pavitra, yahova, namo srushti saari kare tuj seva,
Karubimana gaan gaaje sunade, saraafim stuti kare uchch saade.
2 Pavitra, pavitra, pavitra, yahova, dhari janm aavyo kari shreshth seva,
Sahi stambh bhaare, haryaa paap mara, bhaju devputra tane, taaranaara.
3 Pavitra, pavitra, pavitra, yahova, amo sang re'je sada, he shubhaatma,
Thaje bhomiyo vaatma, naath pyaara, amone sada satyama doranaara.
4 Pavitra, pavitra, pavitra, yahova, pita, putra, aatma mali aek deva,
Dayaavaan che tu anadi, ananta, namu daas hoon sarvda gun gaata.

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Bhairavi


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Yaman Kalyan