25

From Bhajan Sangrah
Revision as of 18:39, 26 July 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૨૫ – ઈશ્વરસ્તુતિ== {| |+૨૫ – ઈશ્વરસ્તુતિ |- |૧ |પવિત્ર, પવિત્ર, પવિત્ર, ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૫ – ઈશ્વરસ્તુતિ

૨૫ – ઈશ્વરસ્તુતિ
પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા, નમો સૃષ્ટિ સારી કરે તુજ સેવા,
કરૂબીમનાં ગાન ગાજે સુનાદે, સરાફીમ સ્તુતિ કરે ઉચ્ચ સાદે.
પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા, ધરી જન્મ આવ્યો કરી શ્રેષ્ઠ સેવા,
સહી સ્તંભ ભારે, હર્યાં પાપ મારાં, ભજું દેવપુત્ર તને, તારનારા.
પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા, અમો સંગ રે'જે સદા, હે શુભાત્મા,
થજે ભોમિયો વાટમાં, નાથ પ્યારા, અમોને સદા સત્યમાં દોરનારા.
પવિત્ર, પવિત્ર, પવિત્ર, યહોવા, પિતા, પુત્ર, આત્મા મળી એક દેવા,
દયાવાન છે તું અનાદિ, અનંતા, નમું દાસ હું સર્વદા ગુણ ગાતાં.