247

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૪૭ - જેની ઈચ્છા તે આવે

૨૪૭ - જેની ઈચ્છા તે આવે
૧૦,૧૧,૧૧,૭ સ્વરો
"Whosoever heareth shout, shout the sound"
Tune: S. S. 24
કર્તા: ફિલિપ પી. બ્લિસ,
૧૮૩૮-૭૬
અનુ.: રોબર્ટ વાઁર્ડ
જે કોઈ સાંભળે વાત આ, કરે તે પોકાર !
ફેલાવે જગભરમાં આ મહાન ઉદ્ધર;
સૌ માનવીને કહે આ શુભ સમાચાર:
"જેની ઈચ્છા તે આવે !"
ટેક: "જેની ઈચ્છા તે, ચાહે તે આવે!"
મેદાન તથા ડુંગર પર ખબર રેલે:
"છે માયાળુ પિતા, ઘેર બોલાવે તે,"
"જેની ઈચ્છા તે આવે !"
"ચાહે તે આવે," આ વચન ખાતરીદાર,
"ચાહે તે આવે," છે સદાકાળ ટકનાર,
"ચાહે તે આવે," છે જીવન અહીં અપાર,
"જેની ઈચ્છા તે આવે!"
જે કોઈ આવવા ચાહે, કરવી નહિ વાર,
હાલ જ અંદર પેસે, ખોલેલું છે દ્વાર,
સાચે રસ્તો ઈસુ, તેનાથી જ ઉદ્ધાર !
"જેની ઈચ્છા તે આવે!"

Phonetic English

247 - Jeni Ichchha Te Aave
10,11,11,7 Svaro
"Whosoever heareth shout, shout the sound"
Tune: S. S. 24
Karta: Philip P. Bliss,
1838-76
Anu.: Robert Ward
1 Je koi saambhahde vaat aa, kare te pokaar !
Phelaave jagabharama aa mahaan uddhar;
Sau maanaveene kahe aa shubh samaachaar:
"Jeni ichchha te aave !"
Tek: "Jeni ichchha te, chaahe te aave!"
Medaan tatha dungar par khabar rele:
"Chhe maayaahdu pita, gher bolaave te,"
"Jeni ichchha te aave !"
2 "Chaahe te aave," aa vachan khaatareedaar,
"Chaahe te aave," chhe sadaakaahd taknaar,
"Chaahe te aave," chhe jeevan ahi apaar,
"Jeni ichchha te aave!"
3 Je koi aavava chaahe, karvi nahi vaar,
Haal ja andar pese, kholelu chhe dvaar,
Saache rasto Isu, tenaathi ja uddhaar !
"Jeni ichchha te aave!"

Image

Media - Hymn Tune : WHOSOEVER - Sung By Lerryson Christy