245

From Bhajan Sangrah
Revision as of 16:18, 9 August 2013 by 14.139.122.114 (talk) (Created page with " ૨૪૫ - આખા જગતમાં જઈને સુવાર્તા પ્રગટ કરો. ગરબી (માર્ક ૧૬:૧૫-૧૮) ટેક: જ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૪૫ - આખા જગતમાં જઈને સુવાર્તા પ્રગટ કરો. ગરબી (માર્ક ૧૬:૧૫-૧૮)

ટેક: જૈતુનવાળા ડુંગરે, અગિયાર ચેલા મળિયા, ને જઈ સંદેશો કહેજો, કે જ ઉં છું સ્વર્ગી શહેરમાં હો.... જી...

૧ યુરશાલેમ જઈને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, કે જઉં

૨ ઘેર ઘેર ફરીને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "

૩ ગામે ગામ જઈને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "

૪ શહેરે શહેર ફરીને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "

૫ દેશે દેશ જઈને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "

૬ સતાવણીની સામે, છાતી ઠોકીને રહેજો, ને જઈ સંદેશો કહેજો, "

૭ પવિત્ર આત્મા આવે, ત્યાં સુધી અહીં રહેજો, ને જઈ સંદેશો કહેજો, "

૨૪૬ - ઈસુને શરણે આવો કર્તા: કા. મા. રત્નગ્રાહી

૧ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; તે દે છે મુકિતદાન રે વહેલા આવજો.

૨ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; તે દે છે સ્વર્ગી જ્ઞાન રે વહેલા આવજો.

૩ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; તે શાંતિનો દાતાર રે વહેલા આવજો.

૪ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; તે ચાહે છે ઉદ્ધાર રે વહેલા આવજો.

૫ સહુમાનવીઓ, ઈસુ શરને આવજો; તે નહિ કાઢે નિરાશ રે વહેલા આવજો.

૬ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; તે દે છે શુભ આશ રે વહેલા આવજો.

૭ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; તે આવ્યો પાપી કાજ રે વહેલા આવજો.

૮ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; રે તારણનો દિન આજ રે વહેલા આવજો.

૯ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; તે લેશે સ્વર્ગી ધામ રે વહેલા આવજો.

૧૦ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; તેનું મુક્તિદાતા નામ રે વહેલા આવજો.

૨૪૭ - જેની ઈચ્છા તે આવે ૧૦,૧૧,૧૧,૭ સ્વરો "Whosoever hereeth shout, shout the sound" Tune: S. S. 24 કર્તા: ફિલિપ પી. બ્લિસ, ૧૮૩૮-૭૬ અનુ.: રોબર્ટ વાઁર્ડ

૧ જે કોઈ સાંભળે વાત આ, કરે તે પોકાર ! ફેલાવે જગભરમાં આ મહાન ઉદ્ધર; સૌ માનવીને કહે આ શુભ સમાચાર: "જૈની ઈચ્છા તે આવે !"

ટેક: "જૈની ઈચ્છા તે, ચાહે તે આવે!" મેદાન તથા ડુંગર પર ખબર રેલે: "છે માયાળુ પિતા, ઘેર બોલાવે તે," "જેની ઈચ્છા તે આવે !"

૨ "ચાહે તે આવે," આ વચન ખાતરીદાર, "ચાહે તે આવે," છે સદાકાળ ટકનાર, "ચાહે તે આવે," છે જીવન અહીં અપાર, "જૈની ઈચ્છા તે આવે!"

૩ જે કોઈ આવવા ચાહે, કરવી નહિ વાર, હાલ જ અંદર પેસે, ખોલેલું છે દ્વાર, સાચે રસ્તો ઈસુ, તેનાથી જ ઉદ્ધાર ! "જેની ઈચ્છા તે આવે!"