235

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૩૫ - ઘેર વળો ભટકેલા !

૨૩૫ - ઘેર વળો ભટકેલા !
વિક્રાંત
કર્તા: જે. વી. એસ. ટેલર
ટેક: ઘેર વળો, રે, ઘેર વળો, સહુ જે ભટકેલા;
ઘેર વળો, તમ જે જગમાં, ખાધાં દુ:ખ, ઠેલા.
કાં ઘર મૂકી તો હમણાં તમ દૂર ફરો છો?
દોષ તણું જ્યમ દુ:ખ વધે ત્યમ કાજ કરો છો ? ઘેર.
ઈસુ તો તેડયાં જ કરે બહુ પ્રેમ કરીને;
મોત સહ્યું નિજ પ્રેમ થકી વધસ્તંભ ધરીને. ઘેર.
આત્માનો અવાજ ખરે સામથ્ર્ય ભરેલો;
પ્રેમ થકી તે બોધ કરે, હમણાં ફર વહેલો. ઘેર.
મંડળી તે પણ 'આવ' કહી બહુ આશ જણાવે;
ચાહના બહુ દેખાડી તને તુજ ભાવ મનાવે. ઘેર.
જ્ઞાન કહે, તમ સર્વ જણો, તજ્જો મન ઘેલું;
વાર વિલંભ કરે મરશો, લો સત્ય કહેલું. ઘેર.
મોત થયે નહિ માફ પછી, ન પછી ફરવાનું;
આ જગના દિન અલ્પ ઘણા, એમાં તરવાનું. ઘેર.

Phonetic English

235 - Gher Vahdo Bhatakela !
Vikrant
Karta: J. V. S. Tailor
Tek: Gher vahdo, re, gher vahdo, sahu je bhatakela;
Gher vahdo, tam je jagama, khaadha dukh, thela.
1 Ka ghar mooki to hamana tam door pharo chho?
Dosh tanu jyam dukh vadhe tyam kaaj karo chho ? Gher.
2 Isu to tedya ja kare bahu prem kareene;
Mot sahyu nij prem thaki vadhstambh dhareene. Gher.
3 Aatmaano avaaj khare saamarthya bharelo;
Prem thaki te bodh kare, hamana phar vahelo. Gher.
4 Mandahdi te pan 'aav' kahi bahu aash jahnaave;
Chaahana bahu dekhaadi tane tuj bhaav manaave. Gher.
5 Gyaan kahe, tam sarv jahno, tajjo man ghelu;
Vaar vilambh kare marasho, lo satya kahelu. Gher.
6 Mot thaye nahi maaf pachhi, n pachhi pharavaanu;
Aa jagna din alp ghahna, ema tarvaanu. Gher.

Image

Media - Vikrant Chhand

Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Pahadi