235

From Bhajan Sangrah
Revision as of 12:37, 5 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૨૩૫ - ઘેર વળો ભટકેલા !== {| |+૨૩૫ - ઘેર વળો ભટકેલા ! |- | |વિક્રાંત |- |કર્તા: |જ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૩૫ - ઘેર વળો ભટકેલા !

૨૩૫ - ઘેર વળો ભટકેલા !
વિક્રાંત
કર્તા: જે. વી. એસ. ટેલર
ટેક: ઘેર વળો, રે, ઘેર વળો, સહુ જે ભટકેલા;
ઘેર વળો, તમ જે જગમાં, ખાધાં દુ:ખ, ઠેલા.
કાં ધર મૂકી તો હમણાં તમ દૂર ફરો છો?
દોષ તણું જ્યમ દુ:ખ વધે ત્યમ કાજ કરો છો ? ઘેર.
ઈસુ તો તેડયાં જ કરે બહુ પ્રેમ કરીને;
મોત સહ્યું નિજ પ્રેમ થકી વધસ્તંભ ધરીને. ઘેર.
આત્માનો અવાજ ખરે સામથ્ર્ય ભરેલો;
પ્રેમ થકી તે બોધ કરે, હમણાં ફર વહેલો. ઘેર.
મંડળી તે પણ 'આવ' કહી બહુ આશ જણાવે;
ચાહના બહુ દેખાડી તને તુજ ભાવ મનાવે. ઘેર.
જ્ઞાન કહે, તમ સર્વ જણો, તજ્જો મન ઘેલું;
વાર વિલંભ કરે મરશો, લો સત્ય કહેલું. ઘેર.
મોત થયે નહિ માફ, ન પછી ફરવાનું;
આ જગતના દિન અલ્પ ઘણા, એમાં તરવાનું. ઘેર.