232

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૨૩૨ - મંડળીની જાગૃતિને માટે પ્રાર્થના

૨૩૨ - મંડળીની જાગૃતિને માટે પ્રાર્થના
માદરી છંદ કર્તા: થોમાભાઈ પાથાભાઈ
મંડળી પડી,
દેવ, આગ દે જરૂર, હૂંક લાવ આ ઘડી;
યાચના કરું રડી, પ્રાર્થના કરું પડી,
શ્વાસ ચાલતો કરો, અનેક દુષ્ટતા નડી.
તું બચાવ પાપથી,
તું વિના બચાવનો નથી ઈલાજ જાતથી;
તું ઉદાર હાથથી, દે કૃપા અમાપથી,
તાજગી પમાદજે સુનાથના પ્રતાપથી.
શાંતિ, હર્ષ આપજે,
ખ્રિસ્ત વાક્ય ઉરમાં, પ્રકાશરૂપ છાપજે,
પાપ મૂળ કાપજે, ખ્રિસ્ત રાજ્ય થાપજે,
સૌખ્ય જે ગયું બધું, ફરી, કૃપાળ, આપજે.
મંડળી નવી કરો,
એબ, કર્ચલી વિના સમીપ સર્વદા ધરો,
શુદ્ધતા હ્રદે ભરો, જીવતી નરી કરો,
દીન દાસ વિનસે નિરાશ વેગળી ધરો.
શું કૃપાળ તું નથી?
મંદતોષ થા હવે, સુધાર મંડળી ગતિ;
જાય જોર પામતી, પૂર્ણ ખ્રિસ્તમાં થતી,
સત્ય સ્તંભ, દેવસ્થાન, થાય નિત્ય દીપતી.