23

From Bhajan Sangrah
Revision as of 17:05, 25 July 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૨૩ – પ્રૈક ઈશ્વરની સ્તુતિ== {| |+૨૩ – પ્રૈક ઈશ્વરની સ્તુતિ |- |૧ |અતિ ગૌર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૩ – પ્રૈક ઈશ્વરની સ્તુતિ

૨૩ – પ્રૈક ઈશ્વરની સ્તુતિ
અતિ ગૌરવી ને પવિત્ર પ્રભુ રાય, તને હો સદા માન ને સૌ મહિમાય;
સ્તવે છે બધા દૂત, સંતો તને જેમ, સ્તવીએ અમે સૌ તને માનથી એમ.
અતિ ગૌરવી ને પવિત્ર પ્રભુ ખ્રિસ્ત, તને માન ને સૌ મહિમા થજો નિત;
મહા પ્રેમભાવે સ્મરી તું તણી પ્રીત, અમે ગાઈએ તું તણી સ્તુતિનાં ગીત.
પરિશુદ્ધ આત્મા અતિ તું શક્તિમાન, તને હો સદા સૌ મહિમા તથા માન;
દયાથી અમોમાં હવે ઊતરી આવ, અને શુભ આશિષ તું આપજે હાલ.
પિતા, પુત્ર, આત્મા, પધારો સભામાંય, તમારો અનુગ્રહ આપો પ્રભુરાય;
અતિ ગૌરવી ને પવિત્ર પ્રભુ દેવ ! કરીએ તમારી અમે સ્તોત્રથી સેવ.