227

From Bhajan Sangrah
Revision as of 12:11, 5 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૨૨૭ - પવિત્ર શાસ્ત્ર== {| |+૨૨૭ - પવિત્ર શાસ્ત્ર |- |૧ |પાસ્ત્ર પવિત્ર છે ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૨૭ - પવિત્ર શાસ્ત્ર

૨૨૭ - પવિત્ર શાસ્ત્ર
પાસ્ત્ર પવિત્ર છે શુભ ખાણ, તેમાં છે અમોલ પાષાણ;
તેનું તું સંશોધન કર, જીવનમુગટ માથે ધર.
શાસ્ત્ર પવિત્ર છે જીવનવૃખ, ભાગે છે તે આત્મિક ભૂખ;
આત્મિક માન્નાનો ભંડાર, ઉત્તમ વાનાંનો દેનાર.
શાસ્ત્ર પવિત્ર છે જીવન-નદ, તેમાં વ્હે છે જીવનજળ;
તે પીને તું તૃષા છિપાવ, જીવનને રસદાર બનાવ.
શાસ્ત્ર પવિત્ર તું ભાવે શીખ, રાખ સદા ઈશ્વરની બીક;
તે થાશે તુજ જીવન-દીપ, અંતે લેશે પ્રભુ સમીપ.