224

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૨૪ - શાસ્ત્રથી જ્ઞાન

૨૨૪ - શાસ્ત્રથી જ્ઞાન
મહીદીપ વૃત્ત
(ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧)
કર્તા: જે. વી. એસ. ટેલર
પ્રભુ તણું જ શાસ્ત્ર પૂર્ણ ચિત્ત ફેરવે છે;
પ્રભુ તણી જ શાખ અચળ, મૂર્ખ જ્ઞાન લે છે.
પ્રભુ તણા જ નેમ શુદ્ધ, હ્રદય હર્ષ જાણે;
પ્રભુ નિષેધ ચોખ સર્વ, ચક ઉજાળ માને.
પ્રભુ તણી જ બીક વિમળ, સર્વકાળ ચાલે;
પ્રભુ તણો જ ન્યાય સત્ય, અચૂક સર્વ કાળે.
સ્વર્ણથી મહા મનાય, શુદ્ધ સ્વર્ણ કરતાં;
મધ થકી મનાય મિષ્ટ, કોશ સાથ ધરતાં.
તે થકી વળી સુબોધ દાસ નિત્ય પામે;
ફળ ઘણાં ફળે સદાય, લાવતાં સુકામે.

Phonetic English

224 - Shaastrathi Gyaan
Maheedeep Vratta
(Geetashaastra 19:7-11)
Karta: J. V. S. Tailor
1 Prabhu tahnu ja shaastra poorn chitt pherave chhe;
Prabhu tahni ja shaakh achahd, moorkh gyaan le chhe.
2 Prabhu tahna ja nem shuddh, hraday harsh jaahne;
Prabhu nishedh chokh sarv, chak ujaahd maane.
3 Prabhu tahni ja beek vimal, sarvakaal chaale;
Prabhu tahno ja nyaay satya, achook sarv kaale.
4 Svarhnathi maha manaay, shuddh svarhn karata;
Madh thaki manaay misht, kosh saath dharata.
5 Te thaki vahdi subodh daas nitya paame;
Phal ghahna phahde sadaay, laavata sukaame.

Image


Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bihag