223

From Bhajan Sangrah
Revision as of 11:38, 5 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૨૨૩ - "હે ઈશ્વર, મારી આંખ ઉઘાડ."== {| |+૨૨૩ - "હે ઈશ્વર, મારી આંખ ઉઘાડ." |- | |હરિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૨૩ - "હે ઈશ્વર, મારી આંખ ઉઘાડ."

૨૨૩ - "હે ઈશ્વર, મારી આંખ ઉઘાડ."
હરિગીત
(ગીતશાસ્ર ૧૧૯:૧૮)
કર્તા: સુરેન્દ્ર આસ્થાવાદી
સૃષ્ટિનિયંતા, સર્વસર્જક, પૂર્ણ જ્ઞાની, હે પ્રભો !
સિયોનપંથે પંથદર્શક, સર્વવ્યાપી, હે પ્રભો!
ઘેરાં રહસ્યો શાસ્ત્રનાં ઓ દેવ, સમજાવી, જ્જો;
દૈવી વચન કેરા ખુલાસા, આપ, પરખાવી જજો.
ભેદી રહસ્યોન્ત્ સમજવા દિવ્ય દષ્ટિ આપજો;
સ્વર્ગીય સંદર્શન તણાં સ્વપ્નો, પિતા, સમજાવજો.
વાણી સમજવાને તમારી દિવ્ય બુદ્ધિ આપજો;
દિલનાં પડળના સર્વ પડદા ઓ પ્રભુજી, ફાડજો.
દર્પણ સમાં વચનો તણા સૌ ભેદને સમજાવજો;
અવલોકવા એ દર્પણે ચક્ષુ અમારાં ખોલજો.
આતુર મૃગશી આંખડીમાં દિવ્ય અંજન આંજ્જો;
આતુર અંતરમાં અગનની ચિનગારી ચાંપજો.