221

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૨૧ - બાઈબલનાં વચનો

૨૨૧ - બાઈબલનાં વચનો
થાટ ભૈરવી. માલકોષ. તીન તાલ
કર્તા: જયવંતીબહેન જે. ચૌહાન.
ટેક: વંદન, પ્રભુજી, હોજો અમારાં, આપ્યાં અદ્ભુત વચનો તમારાં.
વચન તમારાં દીવડા સમ જે,
જીવનકેરો પથ અજવાળે;
હરર્દમ જ્યોતિ ઉર ઉજાળે,
પ્રભુજી, પ્રભુજી, હોજો અમારાં.
મધુકોષ કરતાં અતિ મધુરાં,
લાગે દિલને તે સુન્યારાં;
સ્વાદ સદાયે માણો, પ્યારાં,
પ્રભુજી, પ્રભુજી, હોજો અમારાં.
કંચન કરતાં કિંમતવાળાં,
રૂપા કરતાં શાં રઢિયાળાં;
મૂલવો, રે સૌ, આ મૂલવાળાં,
પ્રભુજી પ્રભુજી, હોજો અમારાં.
આત્મા કેરી આ છે તલવાર,
જીવન જંગે વિજય દેનાર;
રક્ષણ દે એ વાટ બતાવનાર,
પ્રભુજી પ્રભુજી, હોજો અમારાં.

Phonetic English

221 – Biblena Vachano
Thaat Bhairavi. Maalkosh. Teen taal
Karta: Jayvantibahen J. Chauhaan.
Tek: Vandan, prabhuji, hojo amaara, aapya adbhut vachano tamaara.
1 Vachan tamaara deevada sam je,
Jeevankero path ajavaahde;
Harrdam jyoti ur ujaahde,
Prabhuji, prabhuji, hojo amaara.
2 Madhukosh karata ati madhura,
Laage dilane te sunyaara;
Svaad sadaaye maano, pyaara,
Prabhuji, prabhuji, hojo amaara.
2 Kanchan karata kinmatavahda,
Roopa karata sha vadhiyaahda;
Moolavo, re sau, aa moolavaahda,
Prabhuji prabhuji, hojo amaara.
3 Aatma keri aa chhe talavaar,
Jeevan jange vijay denaar;
Rakshan de e vaat bataavanaar,
Prabhuji prabhuji, hojo amaara.

Image

Media - Traditional Tune


Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. ManuBhai Rathod