22

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૨ – ત્રિએક ઈશ્વરની ભક્તિ

૨૨ – ત્રિએક ઈશ્વરની ભક્તિ
આવ, સર્વસમર્થ ભૂપ, ગાવા તુજ નામ અનુષ ;
સા'ય અમને આપ.
પિતા, તું મહિમાવાન, સર્વ ઉપર જયવાન,
આવ, રાજા સ્તુતિમાન, રાજ કર અમ પર !
શબ્દ-સદેહ, તું આવ, તુજ સામર્થ્ય જણાવ;
સાંભળ અમ પ્રાર્થ.
આવ, અમને આશિષ આપ, તારી વાત દિલમાં સ્થાપ,
હે ત્રાતા, તુજ પ્રેમ અમાપ, રહે અમો સાથ.
હે વિમળ સંબોધક, કર વાસ દિલમાં આ તક,
તું ઊતરી આવ.
તું શક્તિમાન અપાર, રાજ કર સૌ દિલ મોઝાર,
હે આત્મા, બળ દેનાર, તુજ બળ પ્રગટાવ.
હે ત્રૈક ઈશ્વર મહાન, કરીએ તારાં વખાણ;
હર્ષે બધાં.
તુજ બાદશાહી દમામ, ને તુજ મહિમાવાન નામ;
ગાઈશું પ્રેમથી તમામ, સ્વર્ગે સદા.

Phonetic English

22 – Prek Ishwarni Bhakti
1 Aav, sarvsamarth bhoop, gaava tuj naam anup;
Saa'y amne aap.
Pita, tu mahimavaan, sarv upar jayvaan,
Aav, raaja stutimaan, raaj kar am par !
2 Shabd-sadeh, tu aav, tuj saamarthya janaav;
Saambhad am praarth.
Aav, amne aashish aap, taari vaat dilma sthaap,
He traata, tuj prem amaap, rahe amo saath.
3 He vimal sanbodhak, kar vaas dilma aa tak,
Tu utari aav.
Tu shaktimaan apaar, raaj kar sau dil mojhaar,
He aatma, bal denaar, tuj bal pragataav.
4 He traik ishwar mahan, karie taara vakhaan;
Harshe badha.
Tuj baadashaahi damaam, ne tuj mahimavaan naam;
Gaaishu premthi tamaam, swarge sada.

Image

Hymn Tune : Italian Hymn ( MOSCOW )- Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : Italian Hymn ( MOSCOW ) - Sung By Lerryson Wilson Christy


Hymn Tune : Olivet (Mason)- Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : Olivet (Mason) - Sung By Lerryson Wilson Christy