219

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૧૯ - પવિત્રાત્મા માટે પ્રાર્થના

૨૧૯ - પવિત્રાત્મા માટે પ્રાર્થના
સગ: ભીમપલાસ ત્રિતાલ
કર્તા: આલ્બર્ટ કે. ક્રિશ્વિયન
ટેક: પ્રભુ, જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો,
પ્રભુ, જ્યોતિ જલાવી અમમાં પ્રાણ પૂરો.
તુજ આત્મા વિના, રસ સ્નેહ વિના; મુજ જ્યોતિ બૂઝે, પ્રભુ તુજ વિના.
અમ ઉરમાં દિવ્ય પ્રકાશ કરો; સહુ પાપ તિમિરને દૂર કરો.
તુજ આત્માનો એક અખંડ દીવો, અમ અંતરમાં પ્રગરટવો નવો;
અમર જ્યોતિ રહો, શુભ રશ્મિ વહો; અમ અંતરમાં, પ્રભુ, આપ રહો.
તુજ થંભનો પ્રેમ જગને બતાવું, તુજ ત્રાણ તણી શુભ વાત કહું;
તુજ જ્યોતિ વડે જગને ઝગાવું, તુજ જ્યોતિ મહીં બધું વિશ્વ લાવું.

Phonetic English

219 - Pavitraatma Maate Praarthana
Sag: Bhimpalaas Tritaal
Karta: Albert K. Christian
Tek: Prabhu, jyoti jalaavo, prabhu jyoti jalaavo,
Prabhu, jyoti jalaavi amama praan pooro.
1 Tuj aatma vina, ras sneh vina; muj jyoti boojhe, prabhu tuj vina.
Am urma divya prakaash karo; sahu paap timirne door karo.
2 Tuj aatmaano ek akhand deevo, am antarama pragtavo navo;
Amar jyoti raho, shubh rashmi vaho; am antarama, prabhu, aap raho.
3 Tuj thambhno prem jagne bataavu, tuj traahn tahni shubh vaat kahu;
Tuj jyoti vade jagane jhagaavu, tuj jyoti mahee badhu vishva laavu.

Image

Media - Traditional Tune Sung By C.Vanveer

Media - Composition By : Late Mr. Manu Bhai Rathod , Raag : Shankara , Sung By Late Mr.Johnson Daniel

Media - Composition By : Mr. Collin Francis