219

From Bhajan Sangrah
Revision as of 01:40, 4 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૨૧૯ - પવિત્રાત્મા માટે પ્રાર્થના== {| |+૨૧૯ - પવિત્રાત્મા માટે પ્રાર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૨૧૯ - પવિત્રાત્મા માટે પ્રાર્થના

૨૧૯ - પવિત્રાત્મા માટે પ્રાર્થના
સગ: ભીમપલાસ ત્રિતાલ
કર્તા: આલ્બર્ટ કે. ક્રિશ્વિયન
ટેક: પ્રભુ, જ્યોતિ જલાવો, પ્રભુ જ્યોતિ જલાવો,
પ્રભુ, જ્યોતિ જલાવી અમમાં પ્રાણ પૂરો.
તુજ આત્મા વિના, રસ સ્નેહ વિના; મુજ જ્યોતિ બૂઝે, પ્રભુ તુજ વિના.
અમ ઉરમાં દિવ્ય પ્રકાશ કરો; સહુ પાપ તિમિરને દૂર કરો.
તુજ આત્માનો એક અખંડ દીવો, અમ અંતરમાં પ્રગરટવો નવો;
અમર જ્યોતિ રહો, શુભ રશ્મિ વહો; અમ અંતરમાં, પ્રભુ, આપ રહો.
તુજ થંભનો પ્રેમ જગને બતાવું, તુજ ત્રાણ તણી શુભ વાત કહું;
તુજ જ્યોતિ વડે જગને ઝગાવું, તુજ જ્યોતિ મહીં બધું વિશ્વ લાવું.