21

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૧ – સહાયને માટે પ્રાર્થના

૨૧ – સહાયને માટે પ્રાર્થના
ખ્રિસ્ત દેવ, તું મંડળી મધે, સદા થજે સહાય, ભાવ બહુ વધે;
મંડળી મળી આ સમે, ધણી, થજે સમીપ, નાથ, દાસની ભણી.
બોધ જે થશે તુજ નામનો, ઠરાવ દિલ માંહ્ય, થાય કામનો;
માન્ય રાખજે સેવ એ બધી, ધરી રહ્યા સુઆશ, ત્યાગ નહિ કદી.
પ્રેમભાવથી કીર્તનો કર્યાં, કર્યાં વખાણ આજ, ઘૂંટણે નમ્યાં;
દુષ્ટ ના હરે બોધ તું તણો, રહે સદા ફલિત અંતરે ઘણો.
માગીએ બધું ખ્રિસ્ત નામથી, ક્ષમા કરો અન્યાય, દેવ, રે'મથી;
બાપ, પુત્ર ને આત્મા મળી, મનાય એક દેવ, સ્તુત્ય હો વળી.

Phonetic English

21 – Sahayne Mate Prarthana
1 Khrist dev, tu mandali madhe, sada thaje sahay, bhaav bahu vadhe;
Mandali mali aa same, dhani, thaje sameep, naath, daasni bhani.
2 Bodh je thashe tuj naamano, tharaav dil manhya, thay kaamno;
Maanya rakhje sev ae badhi, dhari rahya suaash, tyag nahi kadi.
3 Prembhaavathi kirtano karya, karya vakhaan aaj, ghoontane namya;
Dusht na hare bodh tu tano, rahe sada phalit antre ghano.
4 Maagiae badhu Khrist naamathi, kshama karo anyaay, dev, re'mathi;
Baap, putra ne aatma mali, manaay ek dev, stutya ho vali.

Image


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Alhaiya Bilaval