201

Revision as of 23:39, 3 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૨૦૧ - પ્રભુની અનુપમ પ્રીત== {| |+૨૦૧ - પ્રભુની અનુપમ પ્રીત |- | |૮, ૭ સ્વરો |- ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૦૧ - પ્રભુની અનુપમ પ્રીત

૨૦૧ - પ્રભુની અનુપમ પ્રીત
૮, ૭ સ્વરો
“Love Divine, all loves excelling”
Tune: Beecher, or Love Divine or Hyfrydol, or Blaenhafren.
કર્તા: ચાલ્ર્સ વેસ્લી
૧૭૦૭-૮૮
અનુ. : વી. કે. માસ્ટર
દિવ્ય પ્રીત, અનુપમ પ્રીતિ, સ્વર્ગી આનંદ, આવ ભૂમાંય;
તું અમારામાં કર વસ્તી, વિરાજિત તું થા અમ માંય;
ઈસુ, તું છે અતિ દયાળ, શુદ્ધ ને બેહદ છે તુજ પ્યાર,
તુજ તારણ લઈ આવ આ કાળ, અમ છીએ બહુ ઈન્તેજાર.
શ્વાસ તુજ પ્રેમમય આત્મા કેરો, દરેક દુ:ખિત દિલમાં ભર,
દે વચનનો વિરામ તારો, અમને તારા વારસ કર;
દૂર કર પાપી ભાવ અમારો, પાપથી આત્મા કર છૂટા,
વિશ્વાસમાં તું કર વધારો, પ્રથમ ને છેલ્લો તું થા.
આવ, હે શક્તિમાન ઉદ્ધારનાર, થવા દે તુજ રે'મ અમ પર,
સત્વર પાછો આવ, ઓ તારનાર, દિલમાં કાયમ વાસો તું કર;
સ્વર્ગી સેન સમ સેવા કરશું, તને માનતાં ધન્ય નિત,
તારા પ્રેમમાં ગૌરવ માનશું, ગાઈશું સ્તવન અખંડિત.
પૂર્ણ કર તુજ નવ સર્જનને, શુદ્ધ નિષ્કલંક સૌ થઈએ,
અમાધાન તુજમાં મેળવીને, પૂરી મુક્તિ પામીએ;
મહિમામાં નિત વધતાં જઈને સ્વર્ગે પામીએ અનંત વાસ,
પ્રેમ ને સ્તુતમાં ગરકાવ થઈને ઉતારીએ તાજ ચરણ પાસ.