197

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૯૭ - ખ્રિસ્તમાં જીવવું

૧૯૭ - ખ્રિસ્તમાં જીવવું
૮ સ્વરો
"And can it be that I should gain?"
Tune: Fill more L.M.
કર્તા: ચાલ્ર્સ વેસ્લી
૧૭૦૭-૮૮
અનુ. : ફ્રેડરિક વુડ
શું ખ્રિસ્ત-મોતથી મુજ તારણ થાય? શું થાઉં લાભ એનો મેળવનાર?
મેં તો તેને મહા દુ:ખ દીધું ! તોય થયો મુજ માટ તે મરનાર!
આશ્ચર્યકારક પ્રેમ ! ખરે ! મુજ પ્રભુ, તું મુજ માટ મરે!
સનાતન મરે ! મોટો મર્મ ! અજબ યોજના ! કોણથી સમજાય ?
દિવ્ય પ્રીતિ ! કેવી અગાધ ! દૂતોથી પણ ન બ્યાન કરાય !
કેવી દયા ! દૂતો ભજો; માનવ પણ ભજનારા થજો.
બાપનું તખ્ત મૂકીને આવ્યો; કૃપા અનહદ, અજબ ખચીત !
ત્યાગ્યું સંધું, પ્રેમ જ લાવ્યો; મર્યો કેમ કે માનવ પતિત;
કેવી દયા ! મફત ! અપાર ! શોધ્યો મને જે છેક લાચાર !
પાપની કેદમાં તો ઘણી વાર હું હતો બંદીવાન નિરાશ;
પણ તુજ આંખનો મળતાં ચમકાર, મુજ મન માંહે થયો પ્રકાશ;
બંધન તૂટ્યાં, મળ્યો ઉદ્ધાર, હાલ છું તેની પાછળ ચાલનાર.
દંડાજ્ઞાથી ડરતો નથી, ઈસુ મારો, મારો જ સદાય !
જીવું મારા નાથમાં નક્કી, ને તેમાં હું ગણાયો ન્યાયી;
અનંત તખ્ત આગળ આવી હું, ખ્રિસ્ત માર્ફત તાજનો હક્ક કરું.

Phonetic English

197 - Khristmaa Jevavu
8 Swaro
"And can it be that I should gain?"
Tune: Fill more L.M.
Kartaa: Charles Wesli
1707-88
Anu. : Fredrick Wood
1 Shu Khrist-motathi mujh taaran thaay? Shu thaau laabh aeno medavanaar?
Mein to tene mahaa dukh didhu ! Toya thayo mujh maat te maranaar!
Aashvaryakaarak prem ! Khare ! Mujh prabhu, tu mujh maat mare!
2 Sanaatan mare ! Moto marm ! Ajab yojanaa ! Konathi samajaay ?
Divya priti ! Kevi agaadh ! Dutothi pan na byaan karaay !
Kevi dayaa ! Duto bhajo; maanav pan bhajanaaraa thajo.
3 Baapnu takht mookine aavyo; krupaa anahad, ajab khachit !
Tyaagyu sandhu, prem aj laavyo; maryo kem ke maanav patit;
Kevi dayaa ! Mafat ! Apaar ! Shodhyo mane je chek laachaar !
4 Paapni kedamaa to ghani vaar hu hato bandivaan niraash;
Pan tujh aakhano maltaa chamakaar, mujh man maahe thayo prakaash;
Bandhan tutyaa, malyo uddhaar, haal chu teni paachal chaalanaar.
5 Dandaagyaathi darto nathi, Isu maaro, maaro aj sadaay !
Jeevu maaraa naathmaa nakki, ne temaa hu ganaayo nyaayi;
Anant takht aagad aavi hu, Khrist maarfat taajano hakk karu.

Image

Media - Hymn Tune : Fillmore

Hymn Tune : Fillmore - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : SAGINA - Sung By Lerryson Wilson Christy

Hymn Tune : SAGINA - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)