191

Revision as of 22:08, 3 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૯૧ - ગરજ પૂરી પાડનાર ઈસુ== {| |+૧૯૧ - ગરજ પૂરી પાડનાર ઈસુ |- | |૭, ૬ સ્વરો |- | |"...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૯૧ - ગરજ પૂરી પાડનાર ઈસુ

૧૯૧ - ગરજ પૂરી પાડનાર ઈસુ
૭, ૬ સ્વરો
"Jesus Christ is made to me all I need"
કર્તા: સી. પી. જોન્સ
અનુ. : હરખાજી કેશવજીભાઈ
ઈસુ સંધું છે સદાય, ખપ પૂરા તે પાડનાર,
રાખે છે દઢ તે મુજ પાય, ખય પૂરા પાડનાર.
ટેક: ન્યાયીપણું, પરાક્રમ, જ્ઞાન, પવિત્રાઈ સર્વકાળ,
ખંડી લઈ દીધું વરદાન, ખપ પૂરા પાડનાર.
મોતથી તે ખંડી લેનાર, ખપ પૂરા તે પાડનર,
થંભ પર થયો છે મરનાર, ખપ પૂરા પાડનાર.
તજું નહિ કદી તારનાર, ખપ પૂરા તે પાડનર,
નિજ સેવકને નહિ તજનાર, ખપ પૂરા પાડનાર.
ભંડાર તે અતિ મૂલ્યવાન, ખપ પૂરા તે પાડનર,
કીધો શુદ્ધ, કરાવી સ્નાન, ખપ પૂરા પાડનાર.
હલવાન થાજો મહિમાવાન, ખપ પૂરા તે પાડનર,
મુજિત સાધી દીધું દાન, ખપ પૂરા પાડનાર.