19

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૯ – સ્તુતિપાત્ર યહોવા

૧૯ – સ્તુતિપાત્ર યહોવા
પરાત્પર આગળ કરો ગાન,તે આકાશોમાં મહિમાવાન,
ત્યાં ગાઓ તેનાં ગીત;
હે તમે સર્વ દૂતગણો, ને યાહનાં સૈન્ય, સૌ ભણો;
સહુ માનો તેની પ્રીત.
ને સૂર્ય, ચંદ્ર ગાઓ સ્તોત્ર, વંદન કરો સહુ નક્ષત્ર,
ને આકાશનાં ઊંચાણ;
ને વાયુ ઉપર મેઘસ્થાન, એઓ પ્રભુને આપે માન,
તેણે કર્યાં નિર્માણ.
ને વાદળ, આંધી ને તોફાન, સૌ પર્વત, ડુંગરો, મેદાન,
ફળઝાડો ને દેવદાર;
ને સંધાં ઢોર ને પશુઓ, સર્વ જીવજંતુ, પક્ષીઓ,
અને સઘળાં જાનદાર.
ને રાજાઓ ને બધા દેશ, સરદારો તથા ન્યાયાધીશ,
કન્યા તથા જુવાન;
ને વડીલો ને તેમના સુત, તેઓ પ્રભુની કરે સ્તુત,
તે એકલો મહિમાવાન.
ત્રિભુવનમાં તે પ્રતિષ્ઠિત, માટે જે લોકો તેના ઈષ્ટ;
તેઓએ દેવું માન;
ને ઈસ્ત્રાએલના સર્વ જન, તેને લગાડે આખું મન;
ને તેનાં કરે ગાન.

Phonetic English

19 – Stutipaatr Yahova
1 Paraatpar agal karo gaan, te akashoman mahimaavaan,
Tyaa gaao tena geet;
He tame sarv dutgano, ne yahaana sainy, sau bhano;
Sahu mano teni preet.
2 Ne surya, chandra gaao stotr, vandan karo sahu nakshatr,
Ne aakashnaa unchaan;
Ne vaayu upar meghsthaan, aeo prabhune aape maan,
Tene karya nirmaan.
3 Ne vaadad, aandhi ne tofaan, sau parvan, dugaro, medaan,
Fadajhaado ne devdaar;
Ne sandha dhor ne pashuo, sarv jeevajantu, pakshio,
Ane saghala jaandar.
4 Ne rajao ne badha desh, sardaro tatha nyayadhish,
Kanya tatha juvaan;
Ne vadilo ne temna sut, teo prabhuni kare stut,
Te aekalo mahimaavaan.
5 Tribhuvanman te pratishthit, maate je loko tena isht;
Teoae devu maan;
Ne istraaelna sarv jan, tene lagaade akhun man;
Ne tena kare gaan.

Image

Media - Hymn Tune : Hull - Sung By Mr.Nilesh Earnest

Hymn Tune : Hull- Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)


Hymn Tune : Ariel- Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : Ariel- Sung By Lerryson Wilson Christy