૧૮૭ - ઈસુનાં સર્વાંગ કેવાં છે?

૧૮૭ - ઈસુનાં સર્વાંગ કેવાં છે?
રાગ: ગરબી
કર્તા: કા. મા. રત્નગ્રાહી
જો ઈસુ તણું મુખ ભાળશે, શું દીસે છે?
શુભ કરુણા, પ્રીતિ સાથ સુંદર દીસે છે.
તે વેણ કૃપાનાં ભાખતો સહુ દુ:ખ હરવા,
તે કહે છે સુંદર વેણ હૈંડે સુખ ભરવા.
જે હૈયું બેચેન, પીડા બહુ ભારી,
ત્યાં ઈસુ છાંટે પેમનું અમૃત વારિ.
જો હૈયા ગમ પણ તાકશો, શું દીસે છે?
જો, અધમોના વિચાર મનડા વિષે છે.
છે કોમળ હૈડું નાથનું, દુ:ખ હરશે તે,
છે રે'મ, અતિ દિલ માંય, સુખિયાં કરશે તે.
જો નેણ પ્રભુનાં ભાળશે, શું દીસે છે?
બહુ રે'મ કૃપા ને પ્રેમ આંખો વિષે છે.
તે પાપી ગમ રે તાકતો તારણ કરવા;
તે વાટ જુાએ છે એમની પાપો હરવા.
જો હાથ પ્રભુના ભાણશો, તે કેવા છે?
શુભ દાનોનો દાતાર ભાળો એવા છે.
તે ડૂબતા જનની બાંય સ્નેહે ઝાલે છે,
ને હાથ ગ્રહીને નાથ આશોરો આપે છે.
૧૦ જો પગ પ્રભુના પેખશો, શું કરતો તે?
જો ભટકેલાની શોધ કરવા ફરતો તે.
૧૧ તે શોધે છે નિજ ઘેટડાં ફરતો ફરતો;
તે જીવન દેવા કાજ નિત પગલાં ભરતો.
૧૨ જો પ્રભુના રૂડા કાનની ગમ ધારી રે;
તે સુણવા છે તૈયાર અરજી તારી રે.