182

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૮૨ - ઇસુ સર્વોત્કૃષ્ટ મિત્ર

૧૮૨ - ઇસુ સર્વોત્કૃષ્ટ મિત્ર
ગઝલ
કર્તા: બી. બી. કુમાર
જીવનના માર્ગમાં ચાલું, અહરનિશ ખ્રિસ્તમાં મા'લું;
ગણું નવ પાપ હું વા'લું, સદા મમ મિત્ર છે ઈસુ.
તારણદાતા ઈસુ મારો, બચાવે નાશથી પ્યારો;
નથી તું વિણ કો આરો, સદા મમ મિત્ર છે ઈસુ.
મળે ના મિત્ર તુજ જેવો, દીઠો ના અવનિમાં એવો;
વખાણું કયાં અને કેવો? સદા મમ મિત્ર છે ઈસુ.
પ્રભુજી, પાય હું લાગું, ભૂલોની માફ સૌ માગું;
વિભુજી, નવ તને ત્યાગું, સદા મમ મિત્ર છે ઈસુ.
પ્રભુની પ્રાર્થના કરતાં, હ્રદયની અરજી ધરતાં;
સદા સુપંથમાં રહેતાં, સદા મમ મિત્ર છે ઈસુ.

Phonetic English

182 - Isu Sarvotkrusht Mitra
Gazal
Kartaa: B. B. Kumar
1 Jeevananaa maargmaa chalu, aharanish Khristmaa maa'lu;
Ganu nav paap hu vaa'lu, sadaa mam mitra che Isu.
2 Taarandaataa Isu maaro, bachaave naashathi pyaaro;
Nathi tu vin ko aaro, sadaa mam mitra che Isu.
3 Male naa mitra tujh jevo, ditho naa avanimaa aevo;
Vakhaanu kyaa ane kevo? sadaa mam mitra che Isu.
4 Prabhuji, paay hu laagu, bhuloni maaf sau maagu;
Vibhuji, nav tane tyaagu, sadaa mam mitra che Isu.
5 Prabhuni praathnaa kartaa, hrudayni arji dhartaa;
Sadaa supanthamaa rahetaa, sadaa mam mitra che Isu.

Image


Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhairavi

Media - Composition & Sung By C.Vanveer