18

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૮ – યહોવા મારો પાળક છે

૧૮ – યહોવા મારો પાળક છે
મારો પાળક દેવ છે, અછત કદી નહિ થાય;
લીલે બીડે તે મને સુવાને લઈ જાય.
શાંત નદીના તીર પર, દોરે ઝાલી હાથ;
મારો જીવ દિને દિને, બળ પકડે સાક્ષાત્.
સત્ય તણો જ્યાં પંથ છે, ત્યાં જ ચલાવે પાય;
એવું દેવ કરે સદા, નામ તણે મહિમાય.
મોત તણી છાંયે થઈ, મારે ફરવું થાય;
તેવા ભયની ખીણમાં, બીક ન જાણું કાંય.
કાંકે તું મુજ પાસ છે, દૂર નથી કો વાર;
તુજ સોટી ને લાકડી, દિલાસો દેનાર.
મારું ભોજન સિદ્ધ પણ વૈરી સમ્મુખ થાય;
માથે ચોળે તેલ તું, મુજ પ્યાલું ઊભરાય.
જીવનના દિન સર્વમાં, પ્રેમ, દયા મુજ પાસ;
ઈશ્વરમંદિરમાં સદા, હું રાખું મુજ વાસ.

Phonetic English

18 – Yahova Maro Palak Che
1 Maro palak dev che, achat kadi nahi thay;
Lile bide te mane suvaane lai jaay.
2 Shaant nadina tir par, dore jhali haath;
Maro jeev dine dine, bal pakade sakshat.
3 Satya tano jya panth che, tyan j chalave paay;
Aevu dev kare sada, naam tane mahimaay.
4 Mot tani chaanye thai, maare pharavu thaay;
Teva bhayni khinma bik na jaanu kaay.
5 Kaanke tu muj pas che, dur nathi ko vaar;
Tuj soti ne lakadi, dilaso denar.
6 Maru bhojan siddh pan vairi sammukh thaay;
Maathe chole tel tu, muj pyaalu ubharaay.
7 Jeevanana din sarvama, prem, daya muj pas;
Ishwarmandirma sada, hu rakhu muj vaas.

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. Johnson Daniel