18

From Bhajan Sangrah
Revision as of 13:06, 15 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "૧૮ – યહોવા મારો પાળક છે ૧ મારો પાળક દેવ છે, અછત કદી નહિ થાય; લીલો બીડે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૮ – યહોવા મારો પાળક છે ૧ મારો પાળક દેવ છે, અછત કદી નહિ થાય; લીલો બીડે તે મને સુવાને લઈ જાય.

૨ શાંત નદીના તીર પર, દોરે ઝાલી હાથ; મારો જીવ દિને દિને, બળ પકડે સાક્ષાત્.

૩ સત્ય તણો જ્યાં પાંથ છે, ત્યાં જ ચલાવો પાય; એવું દેવ કરે સદા, નામ તણે મહિમાય.

૪ મોત તણી છાંયે થઈ, મારે ફરવું થાય; તેવા ભયની ખીણમાં બીક ન જાણું કાંય.

૫ કાંકે તું મુજ પાસ છે, દૂર નથી કો વાર; તુજ સોટી ને લાકડી, દિલાસો દેનાર.

૬ મારું ભોજન સિદ્ધ પણ વૈરી સમ્મુખ થાય; માથે ચોળે તેલ તું, મુજ પ્યાલું ઊભરાય.

૭ જીવનના દિન સર્વમાં, પ્રેમ, દયા મુજ પાસ; ઈશ્વરમંદિરમાં સદા, હું રાખું મુજ વાસ.