179

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૭૯ - ઈસુ એ જ સગું

૧૭૯ - ઈસુ એ જ સગું
કર્તા: એન. જે જયેશ
ટેક: સગું મારે ઈસુ છે વા'લામાં વા'લું, સગું મારું સર્વ હું તેને જ ભાળું.
નથી કોને સાથી સહોદાર એવો,
મળ્યો મને ઈસુ મસીહા જ જેવો,
નથી કોનો પ્રેમઅજાયબ એવો,
નિહાળું અખંડિત તેહમાં જેવો.
દુ:ખેસુખે પાસમાં પાસ રે'નારો,
વિપત્તિમાં હિમ્મ્ત, સા'ય દેનારો,
માઠી વેળા આશ્રય તે એક મારો,
વીરો મારી વા'રે સદા ચઢનારો.
જેને પ્રભુ ઈસુ જ એક સગું છે,
તેને જગમાં ઓછું કશું પણ શું છે?
કાંજે બધું વિશ્વ આ તો તેહનું છે,
સગું તે વિના સહુ વ્યર્થ બધું છે.
ધન્ય જેને ખ્રિસ્ત તણી જ સગાઈ
તરે આ ભવસાગર તે જન સદાઈ,
મળે એને શાશ્વત જીવન, ભાઈ,
મળે સાથ સ્વર્ગ, નહીં એ નવાઈ

Phonetic English

179 - Isu Ae Aj Sagu
Kartaa: N. J Jayesh
Tek: Sagu maare Isu che vaa'laamaa vaa'lu, sagu maaru sarv hu tene aj bhaadu.
1 Nathi kone saathi sahodaar aevo,
Malyo mane Isu masihaa aj jevo,
Nathi kone premjaayab aevo,
Nihaadu akhandit tehamaa jevo.
2 Dukhesukhe paasamaa paas re'naaro,
Vipattimaa himmat, saa'ya denaaro,
Maathi vedaa aashray te ek maaro,
Viro maari vaa're sadaa chadhanaaro.
3 Jene prabhu Isuj ek sagu che,
Tene jagamaa ochu kashu pan shu che?
Kaaje badhu vishva aa to tehnu che,
Sagu te vinaa sahu vyarth badhu che.
4 Dhanya jene Khrist tani aj sagaai
Tare aa bhavsaagar te jan sadaai,
Male aene shaashvat jeevan, bhai,
Male saath swarg, nahi ae navaai

Image

Media