179

From Bhajan Sangrah
Revision as of 23:09, 1 August 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૧૭૯ - ઈસુ એ જ સગું== {| |+૧૭૯ - ઈસુ એ જ સગું |- |કર્તા: |એન. જે જયેશ |- |ટેક: |સગુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૭૯ - ઈસુ એ જ સગું

૧૭૯ - ઈસુ એ જ સગું
કર્તા: એન. જે જયેશ
ટેક: સગું મારે ઈસુ છે વા'લામાં વા'લું, સગું મારું સર્વ હું તેને જ ભાળું.
નથી કોને સાથી સહોદાર એવો,
મળ્યો મને ઈસુ મસીહા જ જેવો,
નથી કોનો પ્રે . અજાયબ એવો,
નિહાળું અખંડિત તેહમામ જેવો.
દુ:ખેસુખે પાસમાં પાસ રે'નારો,
વિપત્તિમાં હિમ્મ્ત, સા'ય દેનારો,
માઠી વેળા આશ્રય તે એક મારો,
વીરો મારી વા'રે સદા ચઢનારો.
જેને પ્રભુ ઈસુ જ એક સગું છે,
તેને જગમાં ઓછું કશું પણ શું છે?
કાંજે બધું વિશ્વ આ તો તહનું છે,
સગું તે વિના સહુ વ્યર્થ બધું છે.
ધન્ય જેને ખ્રિસ્ત તણી જ સગાઈ
તરે આ ભવસાગર તે જન સદાઈ,
મળે એને શાશ્વત જીવન, ભાઈ,
મળે સાથ સ્વર્ગ, નહીં એ નવાઈ