175

From Bhajan Sangrah
Revision as of 22:48, 1 August 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૧૭૫ - પ્રભુ ઈસુનો પ્રેમ== {| |+૧૭૫ - પ્રભુ ઈસુનો પ્રેમ |- |ટેક: |પ્રેમ ઈસુન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૭૫ - પ્રભુ ઈસુનો પ્રેમ

૧૭૫ - પ્રભુ ઈસુનો પ્રેમ
ટેક: પ્રેમ ઈસુનો છે અવિનાશી, જઈ વળગું હું તેને નિરાશી.
આ ભૂતળમાં કો નવ દીઠો, સાગર પ્રેમ તણો કો નિવાસી. પ્રેમ.
જૂઠા પ્રેમી, જૂઠા રહેમી, અલ્પ સમયના ભૂતળવાસી. પ્રેમ.
પાપથી મરતાં જેણે બચાવ્યાં, અખંડ ર્હ્યો તેનો વિકાસી. પ્રેમ.
અવર ન કો દેખું દુનિયામાં, તુજવિણ પ્રેમ જે ઊઠતો પ્રકાશી. પ્રેમ.
ધન, ધન, પ્રિય ઈસુ, તુજને, દાસ થઈ હું ગાઉં ઉલ્લાસી. પ્રેમ.