172

Revision as of 18:26, 1 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૭૨ - સદૂગુરુની સ્તુતિ== {| |+૧૭૨ - સદૂગુરુની સ્તુતિ |- |ટેક: |પ્રીત મેં ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૭૨ - સદૂગુરુની સ્તુતિ

૧૭૨ - સદૂગુરુની સ્તુતિ
ટેક: પ્રીત મેં તો બાંધી હો સદ્ગુરુની.
એ સદ્ગુરુ પર વારી વારી જાઉં, છૂટો કીધો દુર્જનથી.
હીરા, માણેક, જવાહિર કરતાં મોટો માનું ત્રિભુવનથી.
અંગ દઉં, ધન દઉં, મન દઉં સર્વ, સે'વું પ્રેમબંધનથી.
પાપીનાં પાપ નિવારણ કરવા ઈસુ આવ્યો ગગનથી.
એ સદ્ગુરુના આવ્યા થકી બચ્ચો છું અનંત અગનથી.
ખ્રિસ્તની કે'છે, માનો, મારા ભાઈ, તારણ ઈસુ શરણથી.