17

From Bhajan Sangrah
Revision as of 01:00, 17 July 2013 by 117.198.165.217 (talk)
Jump to navigation Jump to search

૧૭ – યહોવા પાળક

૧૭ – યહોવા પાળક

૧ યહોવા છે મારો, પરમ પ્રભુ જે પાળક મહા !

પડે ના તેથી કૈં, અછત મુજને કો દિન, અહ !

૨ ખવાડે, સુવાડે, અહરનિશ લીલાં બીડ મહીં,

પીવા દોરી જાયે, નીલ શીતળ ને શાંત જ નહી.

૩ વળી આત્મા માંહે, અજબ ભરતો તાજગી વિભુ !

ચલાવે સન્માર્ગે, નિજ પરમ નામે મુજ પ્રભુ.

૪ કદી મૃત્યુખીણે, વિકટ, વસમી વાટ વિચરું,

તહીં તું સાથે છે, મન મહીં ધરી ધૈર્ય, ન ડરું.

૫ નિહાળે શત્રુઓ, મુજ પ્રતિ સહુ તીવ્ર નજરે,

છતાં મારે માટે, પ્રભુ પીરસતો ભોજન ખરે !

૬ પ્રભુ ! તેં ચોળ્યું છે, પ્રીતથી મુજને અત્તર શિરે !

અતિ હર્ષે આજે, મુજ હ્રદય પ્યાલો જ ઊભરે !

૭ નકી આવે સાથે, જીવનભાર ક્ર્ર્પા, સુજનતા,

પ્રભુના નિવાસે, રહું સુખી સહુ કાળ વસતા.