168

Revision as of 10:12, 1 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૬૮ - ખ્રિસ્તની પ્રીતિનો અનુભવ== {| |+૧૬૮ - ખ્રિસ્તની પ્રીતિનો અનુભવ |- |ટ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૬૮ - ખ્રિસ્તની પ્રીતિનો અનુભવ

૧૬૮ - ખ્રિસ્તની પ્રીતિનો અનુભવ
ટેક: મીઠી મીઠી તે પ્રીત, મેં ચાખી છે;
મારા પ્રભુ ઈસુની પ્રીત, પ્રીત મેં ચાખી છે.
ગળી ગળી તે તો સાકર જેવી, મને કર્યો છે આમંદિત. પ્રીત.
તેની પ્રીતિ તો છે અમૃત જેવી, મારું ઠારે કલેજું નિત. પ્રીત.
મારી રુચિને તે બહુ ભાવે છે, તેણે ચોર્યું છે મારું ચિત્ત. પ્રીત.
મારા હૈયામાં તેનો વાસો છે, એ તો પામી છે હું પર જીત. પ્રીત.
મને સુખી ઘણો તે રાખે છે, એવું સુખ ના આપે વિત્ત. પ્રીત.
એની પ્રીતિ મધુરી છે ભારી, હું તો પ્રીતિનાં ગાઉં ગીત. પ્રીત.