165

From Bhajan Sangrah
Revision as of 00:51, 1 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૬૫ - તે પ્રીતિ વખાણજો== {| |+૧૬૫ - તે પ્રીતિ વખાણજો |- | |હર્ષધ્વજા |- |કર્ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૬૫ - તે પ્રીતિ વખાણજો

૧૬૫ - તે પ્રીતિ વખાણજો
હર્ષધ્વજા
કર્તા: જ.વ.સ.ટેલર
ટેક: રે પ્રીતિ વખાણજો, પ્રીતિ વખાણજો, પ્રીતિ વખાણજો, પ્રીતિ ઘણી.
છે શુદ્ધનો, મુક્તનો હર્ષ ખરો,
તે રક્તના તીર્થમાં રોજ તરો;
સહુ મેલને મૂકતાં માર તજો,
ને મુકિતના હર્ષમાં ખ્રિસ્ત ભજો.
ઈસુ થકી ત્રણ છે પૂર્ણ સદા,
ન ત્યાગશે દીનને ખ્રિસ્ત કદા;
તો હર્ષતાં ખ્રિસ્તમાં આશ ધરો,
ને દોષનો ધાક તે દૂર કરો.
રે પાપના ઘા થયા સર્વ સ્થળે,
પણ ખ્રિસ્તથી સર્વની રૂઝ વળે;
સહુ શોક સાટે ખરી શાંતિ મળે,
ને હર્ષને કારણે આંસુ ટળે.
રે ખ્રિસ્તના થંભથી ત્રાણ થયું,
ત્રાતા તણા મોતથી મોત ગયું;
તો મોત આવે મને બીક નથી,
તે દ્વારથી આવશે મુક્તિ ગતિ.