163

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૬૩ - ખ્રિસ્ત આપનું સર્વસ્વ

૧૬૩ - ખ્રિસ્ત આપનું સર્વસ્વ
વિમોહ છંદ
કર્તા: જે. વી. એસ. ટેલર
ખ્રિસ્ત સાથે મળો, સત્ય રાખી વળો, ખ્રિસ્ત સંભાળશે, ભક્તને પાળશે;
તે જ પોતે મરી, માર માથે ધરો, લોક ત્રાતા થયો, શ્રેષ્ઠ ધામે ગયો.
ખ્રિસ્ત રાજ ખરો, રાજધારા ધરો, શુદ્ધ ઝાલી ધ્વજા, સર્વ હર્ખો પ્રજા;
ખ્રિસ્ત થાઈ ધણી શક્તિ આપે ઘણી, દાસને પાળશે, શત્રુને ખાળશે.
ખ્રિસ્ત કિલ્લો ખરો, ભક્ત, તો મા ડરો, શત્રુ આવી રખે, માંહ્ય પેસી શકે;
શત્રુ ઘેરા કરે, ઉચ્ચ મોરચા ધરે, બૂમ પાડે ઘણી, દેન શત્રુ તણી.
યુક્તિથી જો લડે પાછા પડે, ભક્ત નિર્ભે રહે, જીત પૂરી લહે;
શત્રુ શેતાનથી, ક્રૂરના બાણથી, ખ્રિસ્ત તો ઢાલ છે, શૂર ભૂપાલ છે.
ખ્રિસ્તથી બુદ્ધિ છે, ખ્રિસ્તથી શુદ્ધિ છે, બોધ પામી નમો, શુદ્ધ થાઓ તમો;
ખ્રિસ્તશિક્ષા ખમી, ખ્રિસ્ત પાયે નમી, શુદ્ધ કામો કરો, સ્વર્ગ આશા ધરો.

Phonetic English

163 - Khrist Aapanu Sarvswa
Vimoh Chand
Kartaa: J. V. S. Taylor
1 Khrist saathe malo, satya raakhi valo, Khrist sambhaalashe, bhaktane paalashe;
Te j pote mari, maar maathe dhari, lok traataa thayo, shresht dhaame gayo.
2 Khrist raja kharo, raajadhaaraa dharo, shuddh jhali dhvajaa, sarv harkho prajaa;
Khrist thaai dhani shakti aape ghani, daasane paalashe, shatrune khaadashe.
3 Khrist killo kharo, bhakt, to maa daro, shatru aavi rakhe, maahya pesi shake;
Shatru gheraa kare, uchch morachaa dhare, boom paade ghani, sen shatru tani.
4 Yuktithi jo lade paachaa pade, bhakt nirbhe rahe, jeet puri lahe;
Shatru shetaanathi, kruranaa baanathi, Khrist to dhaal che, shur bhupaal che.
5 Khristathi buddh che, Khristathi shuddhi che, bodh paami namo, shuddh thaao tamo;
Khristshikshaa khami, Khrist paaye nami, shuddh kaamo karo, swarg aashaa dharo.

Image

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Yaman Kalyan

Media - Composition & Sung By C.Vanveer


Media - Composition By : Mr. Prakashbhai Frank , Sung By CNI ANAND CHOIR