159

From Bhajan Sangrah
Revision as of 00:35, 1 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with " ==૧૫૯ - ઈસુ જેવો કોઈ મિત્ર નથી !== {| |+૧૫૯ - ઈસુ જેવો કોઈ મિત્ર નથી ! |- | |૧૦, ૬ ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૫૯ - ઈસુ જેવો કોઈ મિત્ર નથી !

૧૫૯ - ઈસુ જેવો કોઈ મિત્ર નથી !
૧૦, ૬ સ્વરો
"There’s not a friend like the lowly Jesus"
કર્તા: જે. ઓટમન
અનુ. : રોબર્ટ વાઁર્ડ
કોણ ઈસુ જેવો છે ઉચ્ચ પવિત્ર ? નથી એક ! નથી એક !
કોણ તેના જેવો ગરીબ મનમિત્ર ? નથી એક ! નથી એક !
ટેક: ઈસુ સૌ ત્રાસ છે કેવો, રસ્તો આવે અંત સુધી છેક,
ન મળે મિત્ર ઈસુના જેવો - નથી એક ! નથી એક !
શું કોઈ સંતને તેણે દૂર કીધો ? નથી એક ! નથી એક !
શું કોઈ પાપીને ધક્કો દીધો ? નથી એક ! નથી એક !
શું મારામાં મળે ચીજ કંઈ સારી ? નથી એક ! નથી એક !
કોણ તે સિવાય સુણે પ્રાર્થના મારી ? નથી એક ! નથી એક !
કોણ ઈસુ જેવો દિલાસો આપે ? નથી એક ! નથી એક !
કે હરખ દેનાર તે વગર માપે ? નથી એક ! નથી એક !
કોણ ઈસુ વગર મને બચાવે ? નથી એક ! નથી એક !
કે તે સિવાય મનમાં શાંતિ લાવે ? નથી એક ! નથી એક !
કોણ તેના બદલે હું માગું ? નથી એક ! નથી એક !
કયો વખત હોય તેને ત્યાગું ? નથી એક ! નથી એક !