152

From Bhajan Sangrah
Revision as of 01:24, 31 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૫૨ - સનાતન અવિકારી ત્રાતા== {| |+૧૫૨ - સનાતન અવિકારી ત્રાતા |- | |દાલરી |- |...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૫૨ - સનાતન અવિકારી ત્રાતા

૧૫૨ - સનાતન અવિકારી ત્રાતા
દાલરી
કર્તા: મહીજીભાઈ હીરાલાલ
માબાપ ત્રાતા કને બાળકો ખૂબ લાવ્યાં,
માગી જનો જેમ બૌ અર્પણો સાથ આવ્યા;
લે પ્રેમથી બાળકો બાથમાં નાથ કેવો!
ઈસુ ગઈ કાલ, આજે, સદાકાળ એવો.
ત્રાતા કને દુ:ખથી પાપાણી નાર આવી,
સિમોન પેઠે રડી પાપનો શોક લાવી;
સૌ પાપ તેનાં કર્યાં માફ, એ હર્ષ કેવો!
ઈસુ ગઈ કાલ, આજે, સદાલાળ એવો.
ત્રાતા તણા દર્શને જાખી આવ્યો ત્વરાથી,
જોયો પ્રભુને શિમઓન પેઠે શ્રદ્ધાથી;
પામ્યો પછી ખ્રિસ્તથી ધન્ય ઉદ્ધાર કેવો!
ઈસુ ગઈ કાલ, આજે, સદાકાળ એવો.
ત્રાતા સદા જીવતો, જાગતો સત્ય સાથી,
વિશ્વાસથી માગતાં સર્વ આપે કૃપાથી;
સૌ દુ:ખમાં ભાગ લે પ્રેમથી પૂર્ણ કેવો!
ઈસુ ગઈ કાલ, આજે, સદાકાળ એવો.
જો માનવી સર્વ ભૂંડો ગણીને સતાવે,
માબાપ મૂકે, તજે મિત્ર, કે મોત આવે;
ત્યારે મને પ્રેમ ને હર્ષથી તે ગ્રહે છે !
ત્રાતા સદાકાળ તેવો જ તેવી રહે છે.