149

From Bhajan Sangrah
Revision as of 01:19, 31 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૪૯ (ક) - તારનારની સ્તુતિ== {| |+૧૪૯ (ક) - તારનારની સ્તુતિ |- | |૮, ૬ સ્વરો |- | |"O f...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૪૯ (ક) - તારનારની સ્તુતિ

૧૪૯ (ક) - તારનારની સ્તુતિ
૮, ૬ સ્વરો
"O for a thousand tongues to sing"
Tune: Axmon or Evan, C.M.
કર્તા: ચાલ્ર્સ વેસ્લી,
૧૭૦૭ -૮૮
અનુ. : આનંદરાવ બી. શાસ્ત્રી
અરે હજારો જીભોથી સ્તુતિ ખ્રિસ્તની ગાઉં;
મહિમા અને કૃપા તેની હું સદા દેખાડું.
હે મારા કૃપાળુ ધણી, મારી મદદ તું કર,
કે ફેલાવું તારી વાણી આખા જગત ઉપર.
ઈસુનું નામ મટાડે છે સઘળાં અમારાં દુ:ખ;
પાપીઓને તે આપે છે તારણ ને અનંત સુખ.
પાપની ફાંદાથી ઈસુએ અમને છોડાવ્યાં છે,
ને બધા દુષ્ટ પાપીઓને તે શુદ્ધ કરે છે.
તેની વાણી આંભળો, બ્હેરાં, રે મૂંગા, ગાઓ ગીત !
રે આંધળાં, જુઓ, ને લૂલાં, હર્ષે કૂદો ખચીત !

૧૪૯ (ખ) - તારનારની સ્તુતિ

૧૪૯ (ખ) - તારનારની સ્તુતિ
૮, ૬ સ્વરો
"O for a thousand tongues to sing"
Tune: Axmon or Evan, C.M.
કર્તા: ચાલ્ર્સ વેસ્લી,
૧૭૦૭ -૮૮
અનુ. : આનંદરાવ બી. શાસ્ત્રી
રે ! હું હજારો જીભોથી સ્તુતિ ખ્રિસ્તની ગાઉં;
મહિમા ને તેની કૃપા શી ! ગાતો સર્વત્ર જાઉં.
હે મારા કૃપાળુ તારનાર, મારી મદદ તું કર,
કે ફેલાવું તુજ પ્રેમ અપાર આખા જગત ઉપર.
ઈસુનું નામ છે ભય હરનાર મટાડે રોગ ને દુ:ખ;
પાપીના કાનને મિષ્ટ રણકાર, દે ત્રાણ ને અનંત સુખ.
પાપની બળથી ને બંધનથી ઈસુ દે છુટકારો;
ને બધા દુષ્ટ પાપીઓને તે શુદ્ધ તે છે કરનારો.
તેની વાણી આંભળો, બે'રાં, રે મૂંગા, ગાઓ ગીત !
રે આંધળાં, જુઓ, ને લૂલાં, હર્ષે કૂદો ખચીત !