147

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૧૪૭ - ખ્રિસ્તનું પુનરાગમન

૧૪૭ - ખ્રિસ્તનું પુનરાગમન
હરિગીત
"Lo! He comes with clouds descending"
૧૭૦૭-૮૮
અનુ. : એમ. વી મેકવાન
આવે, જુઓ! પ્રભુ ખ્રિસ્ત પાચો, વ્યોમથી મેઘાસને !
રે, ન્યાય દેવા વિશ્વને, બેસે વિભુ ન્યાયાસને!
સંતો તણાં સહુ સૌન્ય સેવા માંહિ હાજર થાય છે !
'હાલેલૂયા ! લાલેલૂયા !' સ્વર ધન્ય ! એ જ સુણાય છે.
રે, સર્વ લોકો દેખશે, રાજ પ્રતાપી ખ્રિસ્તને !
જેણે નહિ માન્યો પ્રભુ, વેચી દીધો અભિષિકતને,
જેણે વીંદ્યો, થંભે જડયો, ક્રૂરતા થકી જ મસીહને,
કરતાં મહા વિલાપ તેઓ ભાળશે નિજ નાથને.
ઉદ્વારની આશા મહા, શુદ્ધતા મહીં દેખાય છે,
સંતો પ્રભુના સર્વ દુષ્ટોથી નિરાળા થાય છે,
રે, હર્ષથી મળવા પ્રભુને, વ્યોમ ધામે ધાય છે !
હાલેલૂયા ! જુઓ ! પ્રભુનો દિન આ દેખાય છે !
આમેન ! હા, સહુ લોક, ખ્રિસ્તના સિંહાસને !
દો માન તેને જે વિરાજે છે સદા રાજ્યાસને !
ત્રાતા, અમોને દે સનાતન ભાગ તારા રાજમાં,
હાલેલૂયા ! મારા પ્રભુ, ઝટ આવ સ્વર્ગી સાજમાં.

Phonetic English

147 - Khristnu Punaraagaman
Harigeet
"Lo! He comes with clouds descending"
1707-88
Anu. : M. V Mekvaan
1 Aave, juo! Prabhu Khrist paacho, vyomathi meghaasane !
Re, nyaay devaa vishvaane, bese vibhu nyaayaasane!
Santo tanaa sahu saunya sevaa maahi haajar thaay che !
'Haaleluyaa ! Laaleluyaa !' Swar dhany ! Ae aj sunaay che.
2 Re, sarv loko dekhashe, raaj prataapi Khristne !
Jene nahi maanyo prabhu, vechi didho abhishikatane,
Jene vidyo, thambhe jadayo, krurataa thaki aj masihane,
Kartaa mahaa vilaap teo bhaadashe nij naathane.
3 Udvaarani aashaa mahaa, shuddhataa mahi dekhaay che,
Santo prabhunaa sarv dushtothi niraadaa thaay che,
Re, harshathi madavaa prabhune, vyom dhaame dhaay che !
Haaleluyaa ! Juo ! Prabhuno din aa dekhaay che !
4 Amen ! Haa, sahu lok, Khristnaa sinhaasane !
Do maan tene je viraaje che sadaa raajyaasane !
Traataa, amone de sanaatan bhaag taaraa raajamaa,
Haaleluyaa ! Maaraa prabhu, zat aav swargi saajamaa.