146

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૧૪૬ - તે આવે છે

૧૪૬ - તે આવે છે
તે આવે છે વાદળ ઉપર, જે પાપીઓ કાજ મૂઓ,
લાખો લાખ પવિત્રો સાથે, તેને માન મહિમા આપો;
હાલેલૂયા, તે રાજ કરવા આવે છે. (૨)
દરેક આંખ તો તેને દેખશે, ખ્રિસ્ત જે મહિમાવાન થયો,
જેઓએ તુચ્છકાર કરીને, સ્તંભ ઉપર તેને ટાંગ્યો;
વિલાપ કરતાં તેના શત્રુઓ નમશે. (૨)
તેના હાથ પગમાં નિશાન છે, જે થયાં કાલવરીએ,
તે જોઈને તેના ભકતો તેની કૃપા યાદ કરશે;
તેને જોઈ કેવી સ્તુતિ કરીશું ! (૨)
આમેન, થાઓ તેની સ્તુતિ ! રાજ્યાસન પર બિરાજમાન,
તુજ પરાક્રમ મહિમા લઈ, જગ પર રાજ તું કર સ્થાપન,
હા, યહોવા, રાજ તું વહેલું કર સ્થાપન. (૨)