142

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૪૨ - દશ કુમારિકાઓનું દષ્ટાંત

૧૪૨ - દશ કુમારિકાઓનું દષ્ટાંત
ગરબી
કર્તા: કા. મા. રત્નગ્રાહી
દશ કુમારિકાઓ નીકળી, ગઈ વરને મળવા બા'ર;
મનવા ચાલી સુંદર વરરાજાને.
સહુ મશાલે લઈને નીકળી, થઈ વરને આવતાં વાર;
મનવા ચાલી સુંદર વરરાજાને.
સહુ ઊંઘી ગઈ ઝોકાં ખાઈ, મધરાતે પડયો પોકાર;
મનવા ચાલી સુંદર વરરાજાને.
હતી પાંચ ડાહી મહીં સુંદરી, તેઓ થઈ ગઈ તૈયાર;
મળવા ચાલી સુંદર વરરાજો.
હતી પાંચ તેમાંની મૂરખી, ન'તું તેલ પાસે લગાર;
મનવા ચાલી સુંદર વરરાજાને.
તેમની મશાલે હોલવાઈ જાય છે, મંડી વિમાસવા તે વાર;
મળવા ચાલી સુંદર વરરાજાને.
ગઈ ચૌટામાં દીવેલ ખોળવા, વીત્યો વખત રહી ગઈ બા'ર;
મનવા ચાલી સુંદર વરરાજાને.
આવી પાછી, જુઓ, સહુ બાળાઓ, દીઠાં બંધ કરેલાં દ્વાર;
મનવા ચાલી સુંદર વરરાજાને.
રુએ, પોકારે સર્વ સુંદરીઓ, અરે પ્રભુ, તું દ્વાર ઉઘાડ;
મનવા ચાલી સુંદર વરરાજાને.
૧૦ પ્રભુ કહે, સુણો, સહુ સુંદરીઓ, તમે રહ્યાં ન કેમ તૈયાર?
મનવા ચાલી સુંદર વરરાજાને.
૧૧ હું તો પિછાણું નહિ, બાળા, તમને, તમે સદાય રહેશો બા'ર;
મનવા ચાલી સુંદર વરરાજાને.

Phonetic English

142 - Dash Kumaarikaaonu Dashtaant
Garbi
Kartaa: Kaa. Maa. Ratnagraahi
1 Dash kumaarikaao nikadi, gai varane madavaa baa'ra;
Manavaa chaali sundar vararaajaane.
2 Sahu mashaale laine nikadi, thai varane aavataa vaar;
Manavaa chaali sundar vararaajaane.
3 Sahu uughi gai zokaa khaai, madharaate padyo pokaar;
Manavaa chaali sundar vararaajaane.
4 Hati paanch daahi mahi sundari, teo thai gai taiyaar;
Madavaa chaali sundar vararaajo.
5 Hati paanch temaani murakhi, na'tu tel paase lagaar;
Manavaa chaali sundar vararaajaane.
6 Temani mashaale holavaai jaay che, mandi vimaasavaa te vaar;
Madavaa chaali sundar vararaajaane.
7 Gai chautaamaa divel khodavaa, vityo vakhat rahi gai baa'ra;
Manavaa chaali sundar vararaajaane.
8 Aavi paachi, juo, sahu baadaao, dithaa bandh karelaa dvaar;
Manavaa chaali sundar vararaajaane.
9 Ruae, pokaare sarv sundario, are prabhu, tu dwaar ughaad;
Manavaa chaali sundar vararaajaane.
10 Prabhu kahe, suno, sahu sundario, tame rahyaa na kem taiyaar?
Manavaa chaali sundar vararaajaane.
11 Hu to pichaanu nahi, baadaa, tamane, tame sadaay rahesho baa'ra;
Manavaa chaali sundar vararaajaane.

Image


Media - Traditional Tune

Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. Johnson Daniel