141

Revision as of 00:42, 30 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૪૧ - ખ્રિસ્તનું બીજી વારનું આવવું== {| |- | |૧૨, ૧૨, ૧૨, ૮ સ્વરો : ૬, ૮, ૬, ૬, ટ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૪૧ - ખ્રિસ્તનું બીજી વારનું આવવું

૧૨, ૧૨, ૧૨, ૮ સ્વરો : ૬, ૮, ૬, ૬, ટેક
"It may be at morn when the day is awakening"
Tune: S.S.163
કર્તા: એચ. એલ. ટર્નરા
અનુ.: ઓબર્ટ વાઁર્ડ
ટેક: રે પ્રિય ઈસુ, શી વાર? શી વાર? ક્યારે થાય હર્ષ-પોકાર? -
"ઈસુ, આવ્યા ! હાલેલૂયા! હાલેલૂયા! આમેન !" (૨)
ઈસુ આવે ! કદાચ જ્યારે પ્રભાત ઊઘડે,
સૂર્યના તેજમાં રાતનો અંધાર પીગળે,
ત્યારે તે આવે પૂરા ગૌરવને બળે,
જગમાંથી તેના લોક લેવા.
તે આવે, કદાચ બપોર કે સંદ્યા ટાણે,
કે મધરાત ચમકે જેમ તેજોમય દિન જાણે!
તેના ગૌરવના ચમકિત લાખોલાખ ભાણે,
જગમાંથી તેના લોક લેવા.
મહિમાવંત સંતો ને દૂતોની સવારી !
હોસાના ગાતી ફોજોને અહીં ઉતારી !
નિજ ભાલે કૃપા તેજવાન મુગટસમ ધારી,
જગમાંથી તેના લોક લેવા.
રે સુખ ! રે ઉલ્લાસ ! મૃત્યુ વિણ જો ચડવાનાં
વિણ રોગ ને રુદન, વિણ ડર આપણ જવાનાં,
મેઘમંડળ કેરી રાહે, થઈશું રવાના,
આવશે જ્યારે નિજ લોક લેવા.