137

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૧૩૭ - સ્વગૅરોહણ

૧૩૭ - સ્વગૅરોહણ
ત્રાતા ઊઠયો મોતનો ધ્વંસ કરી, અમૃતની જ્યોત પ્રદીપ્ત કરી!
દીધાં સહુ શિષ્યને દર્શન ને, આદેશ દીધો ચઢતાં ગગને!
આકાશમાં ને વળી આ ભુવને, સર્વ અધિકાર અપાય મને,
સૌ દેશમાં શિષ્ય કરો જઈને, સાથે,જુઓ, હું રહું સર્વ દિને.
જુઓ તમે વાટ શાલેમ મહીં, આત્મા તણું દાન મળે જ સહી,
સામર્થ્ય મહા સહુ પામી જશો, ને સર્વ સ્થળે મુજ સાક્ષી થશો.
એવું કહીને પ્રભુ આશિષ દે, વિદાય લેતાં પ્રભુ સ્વર્ગ ચઢે !
અદશ્ય થયો પ્રભુ આભ મહીં! હર્ષે ગયા શિષ્ય શાલેમ મહીં.
મેઘો મહીં રે ! પ્રભુ ખ્રિસ્ત ગયો, સર્વોપરી સ્વર્ગનો ભૂપ થયો;
મેઘો મહીં આવશે એ જ પ્રભુ, ન્યાયાધિકારી બની ન્યાયી વિભુ.

Phonetic English

137 - Swargrohan
1 Traataa uthyo motano dhvans kari, amrutni jyot pradipt kari!
Didhaa sahu shishyane darshan ne, aadesha didho chadhataa gagane!
2 Aakaashamaa ne vali aa bhuvane, sarv adhikaar apaay mane,
Sau deshamaa shishya karo jaine, saathe, juo, hu rahu sarv dine.
3 Juo tame vaat shaalem mahi, aatmaa tanu daan male j sahi,
Saamarthya mahaa sahu paami jasho, ne sarv sthale muj saakshi thasho.
4 Aevu kahine prabhu aashish de, vidaay letaa prabhu swarg chadhe !
Adrishya thayo prabhu aabh mahi! Harshe gayaa shishya shaalem mahi.
5 Megho mahi re ! Prabhu khrist gayo, sarvopari swargno bhup thayo;
Megho mahi aavashe ae aj prabhu, nyaayaadhikaari bani nyaay vibhu.

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Yaman